Abtak Media Google News
ભારત સૂર્યમુખીનું તેલ માટે રશિયા અને યુક્રેન ઉપર નિર્ભર, કુલ આયતમાં 90 ટકા માલ બન્ને દેશોમાંથી આવે છે

તેલની કિંમતો પહેલાથી જ લોકોના ખિસ્સા પર અસર કરી રહી છે. તેવામાં હજુ પણ ભાવ વધારાની ભીતી સેવાઈ રહી છે. ભારત વાર્ષિક 2.5 મિલિયન ટન સૂર્યમુખી તેલ બહારથી આયાત કરે છે. જેમાંથી 90 ટકા રશિયા અને યુક્રેનમાંથી આવે છે. પામ અને સોયાબીન તેલ પછી સૂર્યમુખી દેશનું ત્રીજું ખાદ્ય તેલ છે જે મોટા પાયે આયાત કરવામાં આવે છે. દેશમાં તેલીબિયાંના અપૂરતા ઉત્પાદનને કારણે, ભારતે ખાદ્યતેલની કુલ માંગના 60 ટકા હિસ્સો બહારથી મેળવવો પડે છે.

દેશમાં આશરે 23 મિલિયન ટન ખાદ્ય તેલની વાર્ષિક માંગ છે.આ વેપાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે જો રશિયા અને યુક્રેન વચ્ચે સૈન્ય સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો બંદરો વગેરે પર વેપારની ગતિવિધિઓ ઘટી શકે છે, જેનાથી તેલ અને સોયાબીન તેલ પર નિર્ભરતા વધી શકે છે.આ બંને તેલનો પુરવઠો પહેલેથી જ નબળો છે. જો કે, રશિયા અને યુક્રેન વચ્ચેના આ યુદ્ધની અસર વિશ્વના અન્ય દેશો પર થવાની છે અને યુરોપના દેશો તેનાથી વધુ પ્રભાવિત થશે. તેનું એક કારણ ત્યાં તમામ પ્રકારના સપ્લાયમાં વિક્ષેપ પણ છે. હવે ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ભારત દર મહિને સરેરાશ 2.0-2.5 લાખ ટન સૂર્યમુખી તેલની આયાત કરે છે.

તેમાંથી લગભગ 70 ટકા યુક્રેન અને 20 ટકા રશિયામાંથી આવે છે. બાકીના 10 ટકા આર્જેન્ટિનાથી આયાત કરવામાં આવે છે.છેલ્લા એક વર્ષમાં કાચા સૂર્યમુખી તેલના ભાવમાં 14.4 ટકાથી વધુનો વધારો થયો છે.પામ અને સોયાબીન તેલના ભાવમાં વધુ વધારો થયો છે. વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયામાં પ્રતિબંધો, દેશના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં મજૂરોની અછત સહિત અન્ય કારણોને કારણે પામ તેલના પુરવઠાને અસર થઈ છે.જેના કારણે છેલ્લા એક વર્ષમાં તેની કિંમતમાં ભારે વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.