Abtak Media Google News

કોરોનાનું સંક્ર્મણ વધતા ફરી પાછું લોકડાઉન લાગશે એવી વાતો બહાર આવી છે. અ બધી વાતો વચ્ચે શુક્રવારે રેલવે બોર્ડના અધ્યક્ષ સુનિત શર્માએ કહ્યું છે કે, “કોરોના સંક્ર્મણ વચ્ચે પણ ટ્રેન સેવાઓ ચાલુ રહશે. ટ્રેન સેવા બંધ કરવા અથવા ઘટાડવા અંગે કોઈ યોજના નથી, જો જરૂર પડશે તો વધુ ટ્રેનનો ચલાવાની ખાતરી આપીયે.” રેલવે દ્વારા આ નિવેદન એવા સમયે બહાર પાડવામાં આવ્યું છે જ્યારે ઘણા સ્થળોએથી પરપ્રાંતિય મજૂરો લોકડાઉનના ડરથી ઘર પરત ફરી રહ્યા છે.

રેલવે સેવાની જે રીતે જરૂરિયાત હશે તે રીતે અપડે ટ્રેન દોડાવીશું. કોરોના સમયે ભીડ ના વધે એટલે માટે ટ્રેનની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અત્યારે ઉનાળામાં મુસાફરોની સંખ્યા સામાન્ય છે. Covid-19ની વચ્ચે મુસાફરોએ ટ્રેનની સફર કરવાનું વધુ પસંદ કર્યું છે, અને એ લોકોને મોટા ભાગે બધી સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. મીડિયા સાથે વાત કરતા ઘણા લોકોએ કહ્યું કે લોકડાઉનના ડરથી તેઓ વતન પરત ફરી રહ્યા છે. શર્માએ કહ્યું, “મુસાફરી કરવા માંગતા લોકોને ટ્રેનોની અછત નથી, હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે માંગ પ્રમાણે ટ્રેનો દોડશે.”

રેલવે બોર્ડના અધ્યક્ષે ટ્રેનમાં મુસાફરી કરવાથી ઘણા બધા લોકો કોરોના સંક્રમિત થયા છે, તે વાત ને નકારી કાઢી છે. આગળ વાત કરતા કહ્યું છે કે, “મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોના કેસથી ટ્રેન સેવા બંધ કરવા બાબતે મહારાષ્ટ્ર સરકાર તરફથી કોઈ અરજી આવેલી નથી.”

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.