- NASA ક્રૂ-10ના સભ્યોને જોઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા સુનિતા વિલિયમ્સ
- ખુશીથી ઝૂમી ઉઠ્યા સુનિતા વિલિયમ્સ, સ્પેસ સ્ટેશનનો વીડિઓ થયો વાયરલ
નાસા અને સ્પેસએક્સ દ્વારા શુક્રવારે લોન્ચ સંયુક્તપણે લોન્ચ Crew-10 મિશન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં પ્રવેશ્યું છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા સુનીતા વિલિયમ્સ, વિલમોર સહિત 4 અંતરિક્ષયાત્રીઓને પરત લાવવાના ઉદ્દેશ સાથે આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. જેનુ આજે સવારે 10.00 વાગ્યે ડોકિંગ થયુ છે.
View this post on Instagram
સ્પેસએક્સે Crew-10 મિશન લોન્ચ કરતાં જ વિલમોર અને વિલિયમ્સની પૃથ્વી પર પરત ફરવાની સંભાવનાઓ વધી ગઈ છે. ફાલ્કન 9 રોકેટમાં ક્રૂ ડ્રેગન કેપ્સૂલ હતી. ન્યૂયોર્ક સમય અનુસાર, શુક્રવારે સાંજે 7 વાગ્યે ફ્લોરિડાના નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી આ મિશન લોન્ચ થયુ હતું. લોન્ચિંગના 10 મિનિટ બાદ કેપ્સૂલ રોકેટ છૂટુ પાડવામાં આવ્યું હતું. જે સફળતાપૂર્વક ISSમાં પહોંચ્યું હતું.
ડોકિંગ પ્રક્રિયા
બે સ્પેસક્રાફ્ટને ઓરબિટમાં જોડવાની પ્રક્રિયાને ડોકિંગ કહે છે. ક્રૂડ ડ્રેગન સ્પેસક્રાફ્ટનું ISS સાથે ડોકિંગ થઈ ગયું છે. બંને સ્પેસક્રાફ્ટમાં ઉપસ્થિત અંતરિક્ષયાત્રીઓએ એકબીજાનું અભિવાદન કર્યું છે. હવે તેઓ અવકાશમાં હવા અંગે તપાસ કરશે, ત્યારબાદમાં હેચ ખોલશે.19 માર્ચ પહેલાં પૃથ્વી પર પરત ફરશે
નવા ક્રૂ નાસાના અંતરિક્ષયાત્રી નિક હેગ, સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર અને ડોન પેટિટને પૃથ્વી પર પરત મોકલશે. તેઓ 19 માર્ચ પહેલા પૃથ્વી પર પરત ફરે તેવી શક્યતાઓ NASAએ રજૂ કરી છે. તેમના સ્થાને ISSમાં નવા ચાર અંતરિક્ષયાત્રી કામગીરી સંભાળશે. આ ચાર અંતરિક્ષયાત્રીમાં એની મેકક્લેન, નિકોલ આયર્સ, તાકુયા ઓનિશી, અને કિરીલ પેસકોવ સામેલ છે.