પૃથ્વી શોનો ‘શો’ યથાવત: આક્રમક બેટિંગ કરીને અર્ધશતક ફટકાર્યું!! 

આઇપીએલ એટલે દરેક ડગલે અને પગલે રોમાંચથી ભરેલા મેચ જોવાનો આનંદ આ વાત દરેક મેચમાં પુરવાર થતી આવી છે. આવું જ કંઈક ગઈકાલના મેચમાં બન્યું હતું. હૈદરાબાદ અને દિલ્લી વચ્ચે ચેન્નઈમાં રમાયેલા મેચમાં પ્રથમ બેટિંગ કરતાં દિલ્લીએ 160 રનનો લક્ષ્યાંક હૈદરાબાદ સામે મુક્યો હતો જેનો પીછો હૈદરાબાદ ફક્ત એક રનથી કરી શકી ન હતી અને મેચ ટાઈ થઈ ગયો હતો. જે બાદ સુપરઓવરમાં હૈદરાબાદે બેટિંગ કરીને 8 રનનો લક્ષ્યાંક મુક્યો હતો જે દિલ્લીએ ચેઝ કરી લેતા દિલ્લીની જીત અને સુપરઓવરમાં સનરાઈઝર્સનો સૂર્ય ડૂબી ગયો હતો.

આઈપીએલની 14મી સીઝનની 20મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ટાઈ રહી હતી. સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની ટીમે દિલ્હીને 8 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ ઓવર સ્પિનર અક્ષર પટેલે કરી હતી. આની પહેલા 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં હૈદરાબાદની ટીમ છેલ્લી ઓવરમાં 16 રન બનાવી શકી ન હતી. આ સિઝનની પહેલી ટાઈ મેચ છે. હૈદરાબાદ તરફથી સુુપર ઓવરમાં રાશિદ ખાન બોલિંગ કરી હતી. દિલ્લી તરફથી બેટિંગ કરવા માટે રિષભ પંત અને ધવન બેટિંગ કરવા ઉતર્યા હતા. સુપર ઓવરમાં દિલ્હીએ પ્રશંસનીય જીત પ્રાપ્ત કરી હતી. સુપર ઓવરમાં વોર્નરના શોર્ટ રનને કારણે હૈદરાબાદ હાર્યુંઆ આઇપીએલની 14મી સિઝનની પ્રથમ સુપર ઓવર હતી. જેમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર અને કેન વિલિયમ્સન પહેલા બેટિંગ કરવા આવ્યા હતા. બંન્નેએ ઓવરના છેલ્લા બોલ પર 2 રન બનાવ્યા હતા, પરંતુ વોર્નર પોતાનો પહેલો રન પૂરો કરી શક્યો નહતો અને બીજો રન પણ ભાગ્યો હતો. આવી સ્થિતિમાં અમ્પાયરે આને શોર્ટ રન તરીકે ગણાવીને ટીમના ખાતામાં માત્ર એક રન જ જોડ્યો હતો. આના પરિણામે ટીમ ડૂબી ગઈ, કેમ કે દિલ્હીની ટીમે પણ છેલ્લા બોલ પર 1 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

જો વોર્નરે શોર્ટ રન ન લીધો હોત અને દિલ્હીને 2 રન કરવાના હોત તો મેચનું પરિણામ કઈક અલગ આવી શકે એમ હતું. તેવામાં સુપર ઓવર પણ ટાઈ થઈ હોત અને ફરીથી મેચમાં વાપસી કરવાની તક પ્રાપ્ત થઈ હોત.દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ટોઝ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્લીએ 4  વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા છે. હૈદરાબાદને જીતવા માટે 160 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જેના જવાબમાં હૈદરાબાદના કેન વિલિયમ્સન અને જગદીશ સુચિત બેટિંગ કરી રહ્યા છે. હૈદરાબાદની ટીમે 7 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા.હૈદરાબાદની ટીમે 28ના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર 6 રન બનાવીને રનઆઉટ થયો હતો. ટીમને બીજો ફટકો 56ના સ્કોર પર પડ્યો હતો. જોની બેરસ્ટો 18 બોલમાં 38 રન બનાવીને આવેશ ખાનનો શિકાર થયો હતો. આવેશ ખાને 84ના સ્કોર પર હૈદરાબાદની ત્રીજી વિકેટ લીધી હતી. એણે વિરાટ સિંહને કેચ આઉટ કર્યો હતો. વિરાટે 14 બોલમાં 4 રન બનાવ્યા હતા. અમિત મિશ્રાએ કેદાર જાધવને આઉટ કર્યો હતો, જાધવે 9 બોલમાં 9 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે બેક ટુ બેક વિકેટો ઝડપી હતી, અભિષેક શર્મા અને રાશિદ ખાનને એક જ ઓવરમાં આઉટ કર્યો હતો. આવેશ ખાને વિજય શંકરને 8 રનમાં પેવેલિયન ભેગો કર્યો હતો.

હૈદરાબાદની ઇનિંગની બીજી ઓવરમાં સર્જનાત્મક થયું હતું. બેરસ્ટો અશ્વિનની ઓવરના ત્રીજા બોલ પર શોટ ચૂકી ગયો હતો. જે બોલ વિકેટકીપર પંતના હાથમાં ગયો હતો. અશ્વિન અને પંતે કેચની અપીલ કરી અને ફિલ્ડ અમ્પાયરે બેરસ્ટોને આઉટ જાહેર કર્યો હતો. ત્યારબાદ બેરસ્ટોએ ડીઆરએસ લીધો હતો. જેની સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે, બોલ બેટના કોઈ પણ ભાગને સ્પર્શતો ન હતો. આમ ફિલ્ડ અમ્પાયરે પોતાનો નિર્ણયને બદલવો પડ્યો હતો. આ જ ઓવરના 5માં બોલ પર શિમરોન હેટમાયરે બાઉન્ડ્રી લાઇન પર બેરસ્ટોનો કેચ છોડ્યો હતો. તે સમયે બેરસ્ટો 1 રન પર બેટિંગ કરી રહ્યો હતો.અંતિમ 5 ઓવરમાં દિલ્હીએ 2 વિકેટ ગુમાવીને 43 રન બનાવ્યા હતા. સિદ્ધાર્થ કોલની એક ઓવરમાં રિષભ પંત અને હેટમાયરે પોતાની વિકેટ ગુમાવી હતી. આક્રમક શરૂઆતમાં 80 રન કર્યા પછી દિલ્લીએ માત્ર 3 રનમાં 2 વિકેટ ગુમાવી હતી, પૃથ્વી શો પણ આઇપીએલ કારકિર્દીની 8મી ફિફ્ટી લગાવીને રન આઉટ થયો હતો. રાશિદ ખાને ધવનને ક્લિન બોલ્ડ કર્યો, શિખર ધવને 26 બોલમાં 28 રન બનાવ્યા હતા. પૃથ્વી શોએ 35 બોલમાં અર્ધસદી લગાવી હતી. ત્રીજી ઓવરના બીજા બોલ પર કેદાર જાદવે શિખર ધવનનો સરળ કેચ ડ્રોપ કર્યો હતો. એ સમયે સિદ્ધાર્થ કોલની બોલિંગ દરમિયાન શિખર ધવન 5 રન પર બેટિંગ કરી રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.