સૂર્યનું એક માસ માટે મીન રાશિમાં ભ્રમણ, જાણો જ્યોતિષ પાસેથી શું થશે અસર ??

અનેક બેન્કના કાચા પડવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે અને અમેરિકાની બે મોટી બેન્કોને અસર થવા પામી છે વળી ભારતમાં પણ અનેક બેંકો વિમાસણમાં મુકાઈ રહી છે અને શેરબજાર પણ કોઈ દ્વિધામાં જણાય છે તો બીજી તરફ અત્રે લખ્યા મુજબ સતીશ કૌશિકના મૃત્યુ પર રહસ્ય વધુ ને વધુ ઘેરાતું જાય છે અને તાપસ એજન્સીને દાળમાં કૈક કાળું છે તે દેખાઈ રહ્યું છે અને આગામી સમયમાં ઘણા ખુલાસા પણ થતા જોવા મળશે.

આગામી ૧૫ માર્ચના સૂર્ય મહારાજ એક માસ માટે મીન રાશિમાં ભ્રમણ કરશે જેની રાશિ મુજબ અસર જોઈએ તો મેષ રાશિને ઉપરી અધિકારીઓ સાથે વિવાદ નિવારવો જોઈએ વૃષભ માટે આ ભ્રમણ લાભદાયક છે તો મિથુન રાશિ માટે કાર્યક્ષેત્રે પ્રગતિ આપતું ભ્રમણ છે જયારે કર્ક રાશિને ભાગ્યના દ્વાર ખુલતા જણાય તો સિંહ રાશિના મિત્રોએ કોઈ બાબતને અહં ના પ્રશ્નો ના બનાવવા સલાહ છે,

કન્યા રાશિને જાહેરજીવન સારું રહે તો તુલા રાશિના મિત્રોને તબિયત સાચવવી પડે જયારે વૃશ્ચિકના મિત્રોને લાગણીના ક્ષેત્રે સારું રહે તો ધન રાશિના મિત્રોને જમીન મકાન વાહન સુખ સારું રહે તો મકર રાશિના મિત્રોને નવા કાર્યમાં સારું રહે જયારે કુંભ રાશિના મિત્રો સત્તાવાહી રીતે કામ લઇ શકે જયારે મીન રાશિના મિત્રો લાઇમ લાઈટમાં આવતા જોવા મળે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨ —