Abtak Media Google News

રથયાત્રા 15 વિક્ટોરિયા બગીમાં પ્રભુજીના પારણાઓ: 111 બેડાધારી બહેનોએ રથયાત્રાની આગળ ચાલી કરાવ્યુ શુકન: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિત

રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા 196મી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા મણિયાર જિનાલય ચૌધરી હાઇસ્કૂલથી સવારે 8:30 કલાકે નીકળી શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી. જૈનમ જયંતિ શાસનમ્ના નારા સાથે દાદાની યાત્રામાં મોટી સંખ્યામાં જૈન પરિવારો જોડાયા હતાં. ચાંદીના રથમાં દાદા સુપાર્શ્ર્વનાથને બિરાજમાન કરવામાં આવ્યા હતાં. રથયાત્રા સાથે સંગીતની રમઝટ, પાટણનું મુખ્યાદી બેન્ડ, 40 સાંજીદાઓ સાથે ભક્તિસંગીતની રમઝટ રાજમાર્ગ પર બોલાવી હતી. રથયાત્રા દરમ્યાન 15 વિક્ટોરીયા બગીમાં પ્રભુજીના પારણાઓ લઇને ભાગ્યશાળીઓ બિરાજમાન થયા હતા. રંગબેરંગી સાફાઓમાં સજ્જ જોવા મળ્યા હતા.

111 બેડાધારી બહેનોએ રથયાત્રાની આગળ ચાલી શુકન કરાવ્યું હતું. શાસન ધ્વજ તથા રાજકોટના અલગ-અલગ જૈન સંઘોના પ્રભુજીના પારણા લઇને લાભાર્થી પરિવારો રથયાત્રામાં જોડાયા હતા. રથયાત્રા જ્યુબેલી બાગ થઇ પરાબજાર, નાગરિક બેંક ચોક, ઢેબર રોડ, કોર્પોરેશન ચોક, આશાપુરા ચોક, પેલેસ રોડ, સોનીબજાર, માંડવી ચોક પછી પુન: જીનાલય ખાતે પરત ફરી હતી. રથયાત્રા બાદ યોજાયેલ સંઘ જમણમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. જૈન શ્રેષ્ઠી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ ડો.દર્શિતાબેન શાહ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કળશ સાથે રથયાત્રામાં આગળ ચાલી શુકન કરાવ્યું હતું. સમગ્ર રથયાત્રા રૂટ ઉપર સંગીતના સથવારે નૃત્યકાર પોતાની કલાઓ રજૂ કરશે. રથયાત્રામાં સમગ્ર રૂટ ઉપરના ચોકોમાં રંગોળીઓ સજાવવામાં આવી હતી. ઠેકઠેકાણે સમાજના વિવિધ મંડળો, યુવક મંડળો, મિત્ર મંડળો દ્વારા પાણી-સરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી.  રથયાત્રાના સમગ્ર આયોજન તથા સંચાલન સંઘ પ્રમુખ જીતુભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ દાદાવાડી જૈન સંઘમાં તમામ કારોબારી સભ્યોએ દરેક જિનાલયના કન્વિનરો પોતાની ટીમ સાથે જહેમત ઉઠાવી હતી.

પર્વાધિરાજ પર્યુષણના કર્તવ્યના ભાગરૂપે રથયાત્રા અને સંઘ જમણ પૂર્ણ કર્યું:પંકજ કોઠારી

જૈન તપગચ્છ સંઘના ઉપ-પ્રમુખ પંકજભાઈ કોઠારીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે,આચાર્ય ભગવાન સત્વબુદ્ધિ મહારાજની શુભનીશ્રામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.કિંમત ન આકી શકાય એવા ચાંદીના રથમાં શું પાશ્વનાથ દાદાને બિરાજમાન કરી રાજકોટ રાજમાર્ગો પર રથયાત્રા નીકાળવામાં આવી હતી. રથયાત્રામાં 8,16 અને 30 ઉપવાસ કર્યા હોય એવા તપસ્વીઓને બહુમાન પૂર્વક બગીમાં બેસાડવામાં આવ્યા હતા.બે વર્ષના કોરોના કાળ બાદ શ્રાવક શ્રાવિકાઓ તથા સાધ્વીયો ધર્મમાં ઉલ્લાસપૂર્વક જોડાયા હતા.રથયાત્રામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી.પર્વાધિરાજ પર્યુષણના કર્તવ્યના ભાગરૂપે રથયાત્રા અને સંઘ જમણ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.