Abtak Media Google News

તમામ લોકોને વિનામૂલ્યે ચા-નાસ્તો અને પાણીની સગવડતા

છેલ્લા 17 વર્ષથી દ્રારકેશ ગ્રુપ દ્વારા આયોજીત નવવિલાસ પુષ્ટિરસ રાસોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે. આ તકે પૂ.પા.ગો. 108 કાલીન્દીવહુજી નટવર ગોપાલ મહારાજની પ્રેરણાથી અને તેમના અઘ્યક્ષ સ્થાને નવ દિવસ રાત્રે 9 થી 1ર સુધી વ્રજભુમિ એપલ અલ્ટ્રશની સામે પાઠક સ્કુલવાળા શેરીમાં 1પ0 ફુટ રીંગ રાજકોટ ખાતે ભકિતનગર અને સુરક્ષિત વાતાવરણમાં હજારો ભાવિક વૈષ્ણવ ભાઇ-બહેનો હાજર રહી રાસોત્સવ મહોત્સવમાં દર્શનનો લાભ લે છે. નવવિલાસ પૃષ્ટિરસ રાસોત્સવનું આયોજન પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સુષ્ઠિ દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થાય છે. અને પ્રાચીન સંસ્કૃતિની પરંપરા જળવાય તેવા શુભ હેતુથી દ્વારકેશ ગ્રુપ દ્વારા નવવિલાસ પુષ્ટિરસ રાસોત્સવનું આયોજન કરેલ છે અને સતત 17માં વર્ષ જબરો પ્રતિસાદ મળેલ છે. અને નવદિવસ અલગ અલગ પ્રસાદની વ્યવસ્થા રખાય છે.

196A9642

ખ્યાતનામ ર્કિતન મંડળીઓ અને સંગીતના સથવારે વૈષ્ણવોના મન ડોલાવે છે. આ કાર્યને સફળ બનાવવા માટે સથવારે વૈષ્ણવોના મન ડોલાવે છે. આ કાર્યને સફળ બનાવવા માટે દ્વારકેશ ગ્રુપના મનસુખભાઇ સાવલીયા, બિપીનભાઇ હદવાણી, પ્રફુલભાઇ હદવાણી, વિરજીભાઇ પરસાણા, હરીભાઇ બાલધા, પ્રફુલ સંધાણી, ધનસુખભાઇ વેકરીયા, કુમનભાઇ વરસાણી, સંદીપભાઇ સાવલીયા, ભરતભાઇ સંચાણીયા, નરેશભાઇ નારીયા, ચિરાગભાઇ સોની, માધવભાઇ સોની, નિકુંજભાઇ અકબરી, વિરજીભાઇ વસોયા, જગદીશભાઇ સંઘાણી, સુરેશભાઇ સીદપરા, રાજુભાઇ અકબરી, રસીકભાઇ કાછડીયા, ધીરુભાઇ સરધારા, ભાવેશભાઇ અકબરી, ચુનીભાઇ બાલધા, મનીશભાઇ વિરાણી સહીતના દ્વારકેશ ગ્રુપ દ્વારા  તમામ વૈષ્ણવને આવકારેલ હતા. આ તકે ખેડુત નેતા જયેશભાઇ રાદડીયા અને ભરતભાઇ બોધરા સહીતના મહાનુભાવો હાજર રહી રાસોત્સવનો લ્હાવો લીધેલ હતો. અને આ રાસોત્સવ મહોત્સવનું નવ દિવસ લાઇવ પ્રસારણ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.