Abtak Media Google News

ઇલેક્ટ્રીકનું કામ જોવા ગયા બાદ પગ લપસતા નીચે પટકાયાનું અનુમાન

રાજકોટમાં કાલાવડ રોડ નજીક અવધ રોડ પર નવા બનતાં બિલ્ડીંગના 12માં માળે ઇલેક્ટ્રીકનું કામ જોવા ગયેલાં સુપરવાઇઝરનો પગ લપસતાં નીચે પટકાતાં જેનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર નંદવિલા એપાર્ટમેન્ટમાં રહેતા બીપીનભાઇ શાંતુભાઇ જીવાણી (ઉ.વ.50) અવધ રોડ પર નવી બનતી બિલ્ડીંગમાં સુપરવાઇઝરનું કામ કરી રહ્યાં હતા તે વેળાંએ 12માં માળે પગ લપસી જતાં તે નીચે પટકાયાં હતા. જ્યાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને થતા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પ્રૌઢ 12માં માળે ઇલેક્ટ્રીકનું કામ જોવા માટે ગયા હતાં તે વેળાંએ પગ લપસી જતાં નીચે પટકાયાનું અનુમાન લગાવ્યું છે. પોલીસે હાલ મૃતકને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.