- ઓડીસા અને ગુજરાત આ બંને રાજ્યમાં નૃત્યકાર તરીકે સાતત્યપૂર્ણ રીતે સતત 50 વર્ષ સુધી
- સુપ્રભા મિશ્રાના 50 વર્ષના નૃત્યના યાત્રાના ફોટો પ્રદર્શનીનું ઉદઘાટન કરવામાં આવ્યું
ઓડીસા રાજયના પરંપરાગત નૃત્ય “ઓડીસી” નૃત્યને ઓડીસા અને ગુજરાત આ બંને રાજ્યમાં નૃત્યકાર તરીકે સાતત્યપૂર્ણ રીતે સળંગ અવિરતપણે સતત 50 વર્ષ સુધી કાર્યક્રમોની શૃંખલા સર્જીને ગુજરાત રાજ્યમાં લોકપ્રિય બનાવવામાં જેમનું મહત્વનું યોગદાન છે તેવા મૂળ ઓડિસાના પણ છેલ્લા 33 વર્ષથી ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદને કર્મભૂમિ બનાવી કાર્યરત રહેનાર સુપ્રભા મિશ્રાની વણથંભી કલાયાત્રાના વધામણાં કરવાનો એક ગરીમાપૂર્ણ કાર્યક્રમ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ; ગુજરાત વિશ્વકોશ માર્ગ; ઉસમાનપુરા અમદાવાદ ખાતે સંપન્ન થયો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો સર્વ સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી ક્ધવીનર અને મહામંત્રી; હિન્દુ ધર્મ આચાર્ય સભા); પદ્મશ્રી અને જાણીતા લેખક માન.જોરાવરસિંહ જાદવ(વાઇસ ચેરમેન; સંગીત નાટય એકેડમી; નવી દિલ્હી); સ્મિતાબેન શાસ્ત્રી; માન મહેશ્વર શાહુજી (આઈ.એ.એસ. નિવૃત; ચેરમેન; ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ); એચ.કે. દાસ (નિવૃત્ત આઈ.એ.એસ.;ચેરમેન; સ્ટેટ એનવાયરમેન્ટ એસેસમેન્ટ ઓથોરિટી); બંચ્છાનિધિ પાણી; (આઈ.એ.એસ. મ્યુનિસિપલ કમિશનર; અમદાવાદ); યોગેશ જોષી(પ્રખ્યાત લેખક) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના પ્રારંભમાં ઓમ આર્ટસના પ્રમુખ સુપ્રભા મિશ્રાએ પોતાની ઓડિસી નૃત્યયાત્રાના 50 વર્ષની યાત્રાના સ્મરણ યાદ કરીને તેમની આ યાત્રામાં સહયોગી થનાર ઓડિસી નૃત્યકાર ;સંસ્થાઓ; સરકારી વહીવટીતંત્ર; શૈક્ષણિક સંસ્થાઓનો ઉલ્લેખ કરી રુણસ્વીકાર કરી આભાર પ્રદર્શીત કરેલ હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત જાણીતા લેખક કવિ અને સેવા નિવૃત વરિષ્ઠ અધિકારી યોગેશભાઈ જોષીએ સુપ્રભા મિશ્રાની નૃત્યયાત્રાના 50 વર્ષની યાત્રાના માધ્યમથી મિશ્રાના કારકિર્દીના વિવિધ પાસાઓ; સીમાચિન્હોના રસાળ રીતે ઉલ્લેખ કરી સુપ્રભા મિશ્રાની નૃત્યયાત્રામાં રહેલા યોગદાનનો ઉલ્લેખ કરી યથાઊચિત ગુણાનુંવાદ કરેલ હતો.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ પ્રાચીનકાળથી ભારતમાં નૃત્ય અને હિન્દૂ મંદિરોએ ભારતીયતા; ભારતીય સંસ્કૃતિ; હિન્દૂ પરંપરાઓ જીવંત રાખવા આપણા પૂર્વજોએ કેવા પ્રયાસો કર્યા હતા તેનો અતિ સરળ અને લોકભોગ્ય રીતે ઉત્કૃષ્ટ ઉદાહરણો આપીને ઓડિસી નૃત્યકાર સુપ્રભા મિશ્રાની નૃત્યયાત્રાના રાજકોટ અને અમદાવાદ ખાતેના અનેક કાર્યક્રમોમાં સહભાગી થવાનો ઉલ્લેખ કરી સ્મરણો રજૂ કર્યા હતા.
ગુજરાતમાં “ઓડીસી” નૃત્યને લોકપ્રિય બનાવવા માટે પ્રશિક્ષણ; તાલીમ; લેખન; અને કાર્યક્રમોના માધ્યમથી રુચિ ઉભી કરવાથી માંડીને તેનો એક ચાહકવર્ગ ઉભો કરી સમગ્ર કારકિર્દીના વિવિધ સીમાચિન્હોની તસ્વીરોનું પ્રદર્શનનું દીપ પ્રાગટય કરી આર્ષ વિદ્યામંદિર રાજકોટ અને શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ કરેલ હતું.
ગુજરાતમાં લોકકલા; લોકસાહિત્ય અને આપણી ગૌરવવંતી પરંપરાઓ અવિસ્મરણીય યોગદાન આપનાર જાણીતા લેખક અને ભારત સરકારના સંગીત નાટય એકેડેમી વાઇસ ચેરમેન જોરાવરસિંહજી જાદવે તેમના વક્તવ્યમાં ગુજરાત સરકારના યુવક સેવા સને સાંસ્ક્રુતિક વિભાગ દ્વારા 2013માં અમો બંનેને ” ગૌરવ પુરસ્કાર” પ્રાપ્ત થયો હતો. અને ત્યારબાદ 2014માં ભારત સરકારના ગૃહવિભાગ દ્વારા ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે “રાજભાષા એવોર્ડ” અર્પણ થયાનો ઉલ્લેખ કરી મિશ્રાના યોગદાનને બિરાદાવ્યા હતા.
ગુજરાતમાં રહી ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી ગુજરાત રાજ્યના વહીવટી તંત્રના માધ્યમથી મહત્વનું યોગદાન આપનારા અને ગુજરાતમાં ઓડિસી નૃત્ય અને ઓડીસાની સંસ્કૃતિને જીવંત રાખવા માટે અમદાવાદ અડાલજ ખાતે ભગવાન જગન્નાથજીના મંદિરની સ્થાપના (જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રીસર્ચ સેન્ટર – JCARC) કરનાર ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સર્વશ્રી મહેશ્વર શાહુ; એચ.કે. દાસ;બંછાનિધિ પાણી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી ગુજરાતમાં ઓડિસી નૃત્યને લોકપ્રિય અને લોકભોગ્ય બનાવવામાં મિશ્રાના યોગદાન ને બિરદાવી અને અભિનંદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમ ની શરૂઆતમાં સુપ્રભા મિશ્રાના 50 વર્ષના નૃત્યના યાત્રા ના ફોટો પ્રદર્શની નું ઉદઘાટન કરવામાં આવેલ. આ કાર્યક્રમ દરમિયાન શ્રીરાધા ફીલ્મના થોડોક અંશો રજૂ કરવામાં આવેલ તથા સુપ્રભા મિશ્રાના જીવન પર આધારિત એક શોર્ટ ફિલ્મ પણ રજૂ કરવામાં આવેલ. કાર્યક્રમ ના અંતમાં સુપ્રભા મિશ્રા તથા ઓમ્ આર્ટસ ડાન્સ એકેડમી ની શીષ્યો એ ’ઈં ફળ ફ ઠજ્ઞળયક્ષ’ ડાન્સ ડ્રામા ની પણ પ્રસ્તુતિ કરવામાં આવેલ.