Abtak Media Google News

સુપ્રિમ કોર્ટની કોલેજીયમ દ્વારા ગુજરાત હાઈકોર્ટ સહિત દેશની ૧૦ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂંક માટે નામની યાદી જાહેર કરી છે. તાજેતરમાં મુખ્ય ન્યાયમુર્તિ દિપક મિશ્રા અને ન્યાયાદીશ જે.જેલમેશ્ર્વર તા રંજન ગોગોઈની કોલેજીયમે નામોની ભલામણી કરી હતી. દિલ્હી, મેઘાલય, છત્તીસગઢ, કલકત્તા, કર્ણાટક, તેલંગણા અને આંધ્રપ્રદેશ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, કેરલા થતા મણીપુરના મુખ્ય ન્યાયાધીશોના પદ માટે નામોની ભલામણ થઈ હતી.

વિગતો મુજબ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ અભિલાશા કુમારીની મણીપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોલેજીયમે ભલામણ કરી છે.

ઉપરાંત કલકત્તાના વરિષ્ઠ જજ અનિરુધ્ધ બોઝની દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ થઈ છે. આ પદ છેલ્લા ન્યાયાધીશ જી.રોહીણીની નિવૃતિ બાદ ખાલી પડયું છે. આ સમયગાળામાં જસ્ટીસ ગીતા મિતલે ચિફ જસ્ટીસની જવાબદારી સંભાળી હતી.

કોલેજીયમે છત્તીસગઢ અને મેઘાલયના બે ચીફ જસ્ટીસની અન્ય હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનું સુચન પણ કર્યું છે. છત્તીસગઢ હાઈકોર્ટના જસ્ટીસ ટી.બી.રાધેક્રિષ્નન્ની તેલંગણા, આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા તા મેઘાલયના ચીફ જસ્ટીસ દિનેશ મહેશ્ર્વરીની કર્ણાટક ટ્રાન્સફર કરવા માટે સુચન કર્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ જજ તરૂણ અગ્રવાલને મેઘાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે માન્યતા આપવામાં આવી છે.

પ્રોવિઝન ઓફ મેમોરેન્ડમ ઓફ પ્રોસીડયુલ માટે કેન્દ્ર તા સુપ્રીમ કોર્ટની કોલેજીયમે એક મત સાધ્યો છે. પરિણામે બન્ને વચ્ચે તો ખટરાગ અટકી શકે છે. પટણા હાઈકોર્ટના જસ્ટીસ અજય કુમાર ત્રિપાઠીને છત્તીસગઢ હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ તરીકે નિમવા માટે ભલામણ ઈ છે.

જયારે જસ્ટીસ સૂર્યકાન્તને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બનાવવા માટે કોલેજીયમે સુચન કર્યું છે. રાજસન હાઈકોર્ટના જસ્ટીસ અજય રસ્તોગીને ત્રિપુરા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમવા પણ સુચન કરવામાં આવ્યું છે.

ચીફ જસ્ટીસે ન્યાયતંત્રની વિશ્ર્વસનિયતા સંપાદિત કરવા ન્યાયાધીશોની રોસ્ટર પઘ્ધતિ અમલમાં મૂકી

મુખ્ય ન્યાયમુર્તિ દિપક મિશ્રાની જાહેરમાં ટીકા કરનાર વડી અદાલતના ચાર વરિષ્ઠ ન્યાયાધીશોની સમસ્યાનો ઉકેલ લાવવા રોસ્ટર પધ્ધતિ અપનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ રોસ્ટર પધ્ધતિ આગામી તા.૫થી અમલમાં મુકાશે. વિગતો મુજબ મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાની ખંડપીઠ સર્વિસ મેટર, પી.આઈ.એલ., ચૂંટણીના વિવાદો, હેબીએસ કોપર્સ, ક્રિમીનલ કેસ, ક્ધટેમ્પટ ઓફ કોર્ટ તા સંવિધાનને પડકાર જેવી મેટર હામાં લેશે.

જયારે જસ્ટીસ ચેલેશ્ર્વરમની ખંડપીઠ મજૂરોનો વિવાદ, ટેકસનો વિવાદ, જમીનોનું સંપાદન, વળતર, ક્રિમીનલ કેસ, ન્યાયતંત્રના અધિકાર તેમજ ગ્રાહક સુરક્ષા સહિતની મેટર હામાં લેશે.

આજ કેટેગરીના કેસને જસ્ટીસ ગોગોઈની ખંડપીઠ પણ સંભાળશે. જસ્ટીસ લોકુરની ખંડપીઠ પર્યાવરણને અનુસંગીક વિવાદો, સોશ્યલ જસ્ટીસ તેમજ સૈન્ય તા પેરામિલિટરી ફોર્સના વિવાદો તેમજ જમીનને લગતા વિવાદોની મેટર સંભાળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.