વકીલો સામેની ફરિયાદો 31મી ડિસેમ્બર સુધીમાં નિકાલ કરવા સુપ્રીમનો આદેશ

ન્યાયતંત્રની વિશ્વસનીયતા વધારવા વધુ એક પગલું !!

રાજ્યોના બાર સમક્ષ થયેલી ફરિયાદો એડવોકેટ્સ એક્ટ, 1961ની કલમ 36(બી) હેઠળ સત્તાનો ઉપયોગ કરી બીસીઆઈને ટ્રાન્સફર કરવા સુપ્રીમનું સુચન

વકીલો સામે વકીલો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને કાનૂની વ્યવસાયની વિશ્વસનીયતા જાળવવા માટે વહેલી તકે નિર્ણય લેવાની જરૂર છે,તેવું અવલોકન કરીને સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(બીસીઆઈ)ને 31 ડિસેમ્બર સુધીમાં આવી તમામ ફરિયાદોનો નિકાલ કરવા આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે વરિષ્ઠ વકીલ અને બીસીઆઈના અધ્યક્ષ મનન કુમાર મિશ્રાની વિનંતીને સ્વીકારી હતી, જેમણે સર્વોચ્ચ બાર બોડીમાં સ્થાનાંતરિત ફરિયાદોની તપાસ પૂર્ણ કરવા માટે ત્રણ મહિનાનો સમય વધારવાની માંગ કરી હતી.

સુપ્રીમ કોર્ટે મામલામાં કહ્યું છે કે, છેલ્લી તક તરીકે અમે બીસીઆઈ ટ્રાન્સફર કરાયેલી ફરિયાદોના નિકાલ માટે 31 ડિસેમ્બર 2022 સુધીનો સમય લંબાવીએ છીએ. બીસીઆઈને મળેલી અથવા બીસીઆઈને ટ્રાન્સફર કરાયેલી ફરિયાદોનો નિર્ણય અને નિકાલ તાત્કાલિક થવો જોઈએ તેવો મત સુપ્રીમે આપ્યો છે. સંબંધિત રાજ્યોની બાર કાઉન્સિલ સમક્ષ ફરિયાદો એક વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ હતી તે ધ્યાનમાં રાખીને અને એડવોકેટ્સ એક્ટ, 1961ની કલમ 36(બી) હેઠળ સત્તાનો ઉપયોગ કરીને તેમને સ્થાનાંતરિત કરવાની જરૂર હતી. શિસ્ત જાળવવા અને વ્યવસાયની વિશ્વસનીયતા જાળવવા માટે સંબંધિત અરજદારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોનો વહેલી તકે નિકાલ કરવાની જરૂર છે.

અરજદારોનો વ્યવસાય અને તેની સિસ્ટમમાં વિશ્વાસ જળવાઈ રહે તેવું બેન્ચે જણાવ્યું હતું.  29 સપ્ટેમ્બરના રોજ સર્વોચ્ચ અદાલતે એક બાજુની દલીલની પણ નોંધ લીધી હતી કે ફરિયાદો એક વર્ષથી વધુ સમયથી પડતર હોવા છતાં સંબંધિત રાજ્ય બાર કાઉન્સિલે કેસો બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને ટ્રાન્સફર કર્યા નથી. અમે ફરી એકવાર અમારા અગાઉના આદેશને પુનરાવર્તિત કરીએ છીએ અને નિર્દેશ કરીએ છીએ કે તમામ સંબંધિત રાજ્ય બાર કાઉન્સિલ, જેમની સમક્ષ ફરિયાદો દાખલ થયાની તારીખથી એક વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે, તેમને બારમાં ટ્રાન્સફર કરવામાં આવે.