Abtak Media Google News

શંકાસ્પદ ચળવળકારોની લીંક માઓવાદી સંગઠન સાથે હોવાના આરોપ વચ્ચે આગામી સુનવણી ૬ સપ્ટેમ્બરે હાથ ધરાશે

ભીમા કોરેગાવ હિંસામાં નકસલીઓનો હાથ હોવાની શંકા છે. આ મામલામાં પોલીસે પાંચ માનવ અધિકાર કાર્યકર્તાની ધરપકડ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે વડી અદાલતે તમામ આરોપીઓને નજરકેદ રાખવાનો આદેશ આપ્યો છે.

બીજી તરફ પુના પોલીસે આ મામલે મહત્વના પુરાવા હાથ લાગ્યા હોવાનો દાવો કર્યો છે. આ પુરાવા નકસલીઓ અને ધરપકડ કરાયેલા ચળવળકારો વચ્ચેની કડી તરફ નિર્દેશ કરતા હોવાનું પણ કહેવાય છે. ડીસીપી શીરીસ સરદેશપાંડેના જણાવ્યાનુસાર હાલ પોલીસે સકંજામાં લીધેલા ચળવળકારો અને નકસલીઓ વચ્ચેની લીંક મળી છે. નકસલી (સીપીઆઈ)ના નેતાઓ અને ચળવળકારો વચ્ચે ઈ-મેઈલ અને પત્ર વ્યવહાર થયો હોવાનું ખુલ્યું છે.

ત્યારે બીજી તરફ વડી અદાલતને મહારાષ્ટ્ર પોલીસને સકંજામાં લીધેલા ચળવળકારોને નજર કેદ રાખવાનો આદેશ આપ્યો છે. આ મામલે વધુ સુનવણી આગામી તા.૬ સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર પોલીસે હ્યુમન રાઈટ્સ એકટીવીસ્ટની ધરપકડ કર્યા બાદ સનસનાટી મચી જવા પામી હતી. ૨૮મી ઓગષ્ટે પુણે પોલીસે ભીમા કોરેગાવ હિંસાના મામલામાં ૫ કાર્યકરોની ધરપકડ કરી હતી.

ભીમા કોરેગાવ હિંસાની તપાસ કરી રહેલી અને પોલીસે મંગળવારે મુંબઈ, દિલ્હી, હૈદ્રાબાદ અને રાંચીમાં એક સાથે દરોડા પાડયા હતા જેમાં પાંચ ચળવળકારોની ધરપકડ થઈ હતી. આ ચળવળકારો અને પ્રતિબંધીત માઓવાદી સંગઠન વચ્ચે લીંક હોવાનો આરોપ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.