ખેડૂતોની આત્મહત્યા રોકવા લોન-ધીરાણની માર્ગરેખા ઘડવા સુપ્રીમનો આદેશ

SUPRIME COURT | FARMER | GOVERNMENT
SUPRIME COURT | FARMER | GOVERNMENT

જો સરકાર ખેડૂતોની મુશ્કેલી દુર કરે તો આત્મહત્યાના બનાવો બંધ થાય:વડી અદાલત

દેશમાં ખેડૂતોની આત્મહત્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ર્આકિ સંકડામણ અને પાકની નિષ્ફળતા ખેડૂતોની આત્મહત્યાના બનાવો પાછળ મોટાભાગે જવાબદાર હોવાનું નોંધાયું છે. સરકાર આ પ્રશ્ર્ને ઘણા સમયી આંખ આડા કાન કરી રહી છે. દેશની વડી અદાલતે પણ હવે આ મામલે સરકારની ઝાટકણી કાઢી છે અને ખેડૂતોની આત્મહત્યા ઘટાડવા લોન ધીરાણની માર્ગ રેખા ઘડવા સરકારને આદેશ આપ્યો છે.

ખેડૂતોની આત્મહત્યાના બનાવો મામલે સિટીઝન રીસોર્સ એન્ડ એકશન ઈન્સેન્ટીવ નામની સ્વૈચ્છીક સંસ દ્વારા વડી અદાલતમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી અને આત્મહત્યા કરનાર ખેડૂતોના પરિવારોને વળતર મળે તેવી માંગ સંસએ કરી હતી. ચીફ જસ્ટીસ જે.એસ.ખેહર અને જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ તા જસ્ટીસ સંજય કોલની ખંડપીઠે આ કેસમાં જણાવ્યું હતું કે, દર વખતે ખેડૂત આત્મહત્યા કરે ત્યારે વળતર ચૂકવવું અદાલત માટે શકય ની. જો સરકાર આત્મહત્યાના કારણનો જ નિકાલ કરે તો આત્મહત્યાના બનાવો બંધ ાય. જયારે બેંક ધિરાણ આપે ત્યારે ધિરાણની માર્ગ રેખા ઘડવી જોઈએ. આવા કેસમાં બેંકોની પણ જવાબદારી હોય છે.

આ મામલે સરકારનો બચાવ કરતા એ.એસ.જી. પી.એસ.નરશીમ્હાએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોની ર્આકિ ક્ષમતા વધારવાના પ્રયાસો કરી રહી છે. આત્મહત્યા ઘટાડવા માટે સરકારની પાક વિમા યોજના ગેમ ચેન્જર બની રહેશે તેવો મત તેમણે વ્યકત કર્યો હતો.

તેમણે ખેડૂતોની સામાજીક મુશ્કેલીઓ પણ તેમને આત્મહત્યા કરવા દુશપ્રેરણા આપતી હોવાનો મત વ્યકત કર્યો હતો. હાલ સુપ્રીમ કોર્ટે ખેડૂતોના આત્મહત્યાના બનાવોમાં બેંકોને પણ જવાબદાર ઠેરવવાની વાત કહી છે.