નીટ-પીજીની પરીક્ષાની તારીખ લંબાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

હવે નિર્ધારિત તારીખ 21મેના રોજ યોજાશે નીટ-પીજીની પરીક્ષા

સુપ્રીમ કોર્ટે આજ રોજ નીટ પીજી પરીક્ષા ટાળવાનો ઈનકાર કરી દીધો છે. ત્યારે નીટ પીજીની પરીક્ષા પોતાની નિર્ધારિત તારીખ એટલે કે, 21 મે 2022ના રોજ જ યોજાશે. સુપ્રીમ કોર્ટે ડોક્ટર્સ માટેની નીટ-પીજી 2022ની પરીક્ષા ટાળવાની માગણી કરતી અરજીને ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, પરીક્ષા ટાળવાથી અરાજકતા અને અનિશ્ચિતતા સર્જાશે. ઉપરાંત તેનાથી દર્દીઓની દેખભાળ પણ પ્રભાવિત થશે. સાથે જ નીટ પીજીની તૈયારી કરી રહેલા 2 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ માટે પૂર્વગ્રહ પેદા થશે.

સુપ્રીમ કોર્ટે નીટ-પીજી 2022ની પરીક્ષા ટાળવાની માગણી કરતી અરજી મુદ્દે કહ્યું કે, તેનાથી હોસ્પિટલ્સમાં ડોક્ટર્સની કમી સર્જાશે. આ સરકારની પોલિસીનો મુદ્દો છે. ઉલ્લેખનીય છે કે, મેડિકલ વિદ્યાર્થીઓએ નીટ પીજી 2022 પરીક્ષાની તૈયારીઓ માટે પૂરતો સમય ન મળ્યો હોવાના કારણે સુપ્રીમ કોર્ટ સમક્ષ નીટ-પીજી 2022ની પરીક્ષાની તારીખ લંબાવવાની માગણી કરી હતી. અરજીકર્તાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ડોક્ટર્સને તૈયારી માટે પૂરતો સમય નથી મળ્યો. ઉપરાંત નીટ-પીજી 2021નું કાઉન્સેલિંગ હજુ સુધી ચાલી રહ્યું છે.

નીટી-પીજી 2021નું કાઉન્સેલિંગ અને નીટ-પીજી 2022ની પરીક્ષા પણ એકબીજા સાથે ટકરાઈ રહી છે. તેવામાં નીટ પીજી 2022માં ભાગ લેવા માટે ઈચ્છુક ડોક્ટર્સને પરીક્ષાની તૈયારી માટે થોડો વધુ સમય આપવામાં આવે. ડોક્ટર્સને આ પરીક્ષા માટે ઓછામાં ઓછા 4 સપ્તાહનો સમય જોઈએ છીએ. અરજીકર્તાઓએ અરજીમાં એવી માગણી કરી હતી કે, કોર્ટ કેન્દ્રને નિર્દેશ આપે કે, જે ઉમેદવાર નીટ પીજીમાં ભાગ લઈ રહ્યા છે તેમને નીટ-પીજી 2022ની પરીક્ષા માટે પંજીકૃત કરવાની મંજૂરી આપવામાં આવે.