Abtak Media Google News

બંધારણની કલમ ૨૪૭ હેઠળ કેન્દ્ર સરકાર અલાયદી અદાલત ઉભી કરી શકે છે: જો ચેક બાઉન્સના કેસમાં અલાયદી અદાલત શરૂ થાય તો પેન્ડીંગ લાખો કેસોનો નિકાલ થઈ જાય

દેશમાં ચેક રીટર્ન કેસનો ભરાવો સતત વધી રહ્યો છે. અધુરામાં પૂરું કોરોના મહામારીમાં અદાલતો બંધ રહેતા ચેક રીટર્ન કેસની સંખ્યા વધી છે. આવા કેસનો નિકાલ તત્કાલ જરૂરી છે. ત્યારે વડી અદાલતે ચેક રીટર્ન કેસમાં અલાયદી અદાલત ઉભી કરવી જોઈએ કે નહીં તે પ્રકારનું સુચન કેન્દ્ર પાસે માંગ્યું છે. કલમ ૧૩૮ નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટસ એક્ટ ૧૮૮૧ માટે અલાયદી અદાલતો ઉભી થાય તેવી શકયતા છે.

મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ એલ.નાગેશ્ર્વરા રાવ અને ન્યાયમૂર્તિ એસ.રવિન્દ્ર ભાટની ખંડપીઠ દ્વારા એડિશ્નલ સોલીસીટર જનરલ વિક્રમજીત બેનર્જી પાસે જવાબ માંગ્યો હતો. તેમણે કેન્દ્ર સરકાર કલમ ૧૩૮ એનઆઈ એકટના કેસ માટે અલાયદી અદાલત ઉભી કરવાનું ઈચ્છી રહી છે કે નહીં તે અંગે સવાલ કર્યો હતો. બંધારણની કલમ ૨૪૭ હેઠળ આ પ્રકારની અદાલત ઉભી કરી શકાય છે. આ કલમ હેઠળ સંસદને કોર્ટ બનાવવાની સત્તા આપવામાં આવી છે.

ખંડપીઠે એ પણ જવાબ માંગયો હતો કે આર્ટીકલ ૨૪૭ હેઠળની સત્તા ફરજ સાથે જોડાયેલી છે કે કેમ કેટલાંક ચૂકાદાઓમાં એવા નિરીક્ષણો સામે આવ્યા છે કે, સાંસદો ન્યાયીક પ્રભાવ આકારણીમાં નવો ખરડો બનાવતા પહેલા કેટલીક પ્રક્રિયા કરવાની જરૂર રહે છે. ચેક બાઉન્સ કેસ મામલે કાનૂન કેન્દ્ર દ્વારા બનાવવામાં આવ્યો છે. જેથી કેન્દ્ર પોતે જ આ મામલે નવી અદાલત ઈચ્છે છે કે નહીં તે અંગેનું મંતવ્ય માંગવામાં આવ્યું છે.

જો નવી કોર્ટ ઉભી કરવામાં આવે તો પણ કેટલીક પ્રક્રિયાને અનુસરવી પડે છે. આ કેસમાં વરિષ્ઠ વકીલ સિધ્ધાર્થ લુથરાએ સલાહકાર તરીકેની ફરજ બજાવી હતી. આ ઉપરાંત તેમણે અને વરિષ્ઠ વકીલ આર બસંત અને એડવોકેટ કે.પરમેશ્ર્વર દ્વારા પાર્લામેન્ટરી રીપોર્ટ બનાવાયો હતો. આ રીપોર્ટમાં કરેલા સુચનો અંગે ખંડપીઠને જાણ કરવામાં આવી હતી.

મધ્યસ્થિ ફરજિયાત હોવી જોઈએ

તેમના સુચન મુજબ ચેક બાઉન્સ કેસમાં દરેક તબક્કે મધ્ય સ્થાને પ્રોત્સાહન આપવું જોઈએ. અપીલેટ અથવા તો રીવીઝન તબક્કામાં કેસ પેન્ડીંગ હોય તો મધ્યસ્થિ માટે એક વખત તો મોકલવો જ જોઈએ.

બેન્ક એકાઉન્ટને એટેચ કરવું

જે વ્યક્તિ વિરુધ્ધ સમન્સ કઢાયું છે તે વ્યક્તિ ફરાર થઈ ગયો હોય તેવા કિસ્સામાં વારંટનો અમલ કરી શકાય નહીં. જો કે, મેજિસ્ટ્રેટ આરોપીના બેંક એકાઉન્ટને એટેચ કરી સીઆરપીસીની કલમ ૮૩ અંતર્ગત ચેક એમાઉન્ટ માટે નિર્ણય લઈ શકે છે.

સમન્સમાં વિલંબથી ચેક બાઉન્સના અનેક કેસ અટવાયા

લુથરાએ કહેલું હતું કે, ખાનગી ફરિયાદોમાં છેક છેલ્લે સમન્સ આપવામાં આવે છે. સમન્સની પ્રક્રિયામાં વિલંબના કારણે અનેક ચેક બાઉન્સના કેસ અટવાયા છે. ઈ-સમન્સ મોકલવા માટે નોડલ એજન્સીને કેટલાંક સુચનો કરાયા છે. અત્યારે બધુ આધાર સાથે જોડાયેલું છે તો કેમ ઈ-સમન્સનો ઉપયોગ કરવામાં આવતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.