Abtak Media Google News

દિલ્હીને ઓક્સિજન આપવાનો પ્લાન શું છે તે આવતીકાલે 10:30 કલાક
સુધીમાં જણાવવા કોર્ટની ટકોર

રાજધાની દિલ્હીમાં ઓક્સિજન મુદ્દે આજે વડી અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે સતત ઓક્સિજનના મામલે સુનાવણી કરી હતી. દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ઘા નાખ્યો હતો અને સુનાવણી માટે અપીલ કરી હતી.

ઓક્સિજન સંકટ અંગે આજે થયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે, દિલ્હીમાં ઓક્સિજનની માંગ ખુબ વધુ છે. જે મુજબ સંશાધનની જરૂર પડે છે. અદાલતમાં ન્યાયાધીશ શાહે ટીપ્પણી કરી કહ્યું કે, આ એક રાષ્ટ્રીય આપતી છે. ઓક્સિજનની અછતનાં કારણે લોકોના મોત થઈ રહ્યાં છે. કેન્દ્ર પોતાના તરફથી પ્રયત્ન કરે છે પરંતુ અત્યારે શોર્ટેજ છે. આવી સ્થિતિમાં અમને તમારો પ્લાન શું છે તે જણાવો.બીજી તરફ કેન્દ્ર સરકારે કહ્યું કે દિલ્હીમાં 500 મેટ્રીક ટન ઓક્સિજનથી કામ ચાલી શકે છે પરંતુ ન્યાયાધીશ ચંદ્રચુડે આ બાબતે ના પાડી હતી. અને 700 એમટી ઓક્સિજનનો આદેશ આપ્યો. તેમણે કહ્યું કે, આપણે પાછળ હટવું ન જોઈએ. દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટીસ ચંદ્રચુડે દિલ્હી હાઈકોર્ટની અવમાનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ઓક્સિજનની અછતથી રાજધાનીમાં હોસ્પિટલના બીછાને 40 વ્યકિતના મોત નિપજયાના બનાવે ન્યાયતંત્રમાં હલચલ મચાવી દીધી હતી. હોસ્પિટલમાં કોઈપણ સંજોગોમાં અછત ન જ પડવી જોઈએ.

દરમિયાન આજની સુનાવણી દરમિયાન કેન્દ્રીય ઓફિસરો સામે દિલ્હી હાઈકોર્ટના અવમાનનાની નોટીસને સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. કેન્દ્ર સરકારે હાઈકોર્ટની નોટીસ મુદ્દે પડકાર ફેંક્યો હતો. કેન્દ્રના કર્મચારીઓને જેલ મોકલવામાં આવે તેવી દલીલ થઈ હતી.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું કે, મુંબઈનું મોડલ જોઈ દિલ્હીમાં ઓક્સિજન આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સાથે જ કેન્દ્રને 20 કલાકનો સમય આપ્યો હતો. દરરોજ 700 ટન ઓક્સિજન માટેનો પ્લાન આવતીકાલે ગુરૂવારે 10:30 કલાક સુધીમાં બતાવે તેવી ટકોર પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.