Abtak Media Google News

અબતક-નવી દિલ્હી

દેશભરમાં 10 અને 12 ધોરણની પરીક્ષાઓ ઓફલાઇન રદ્ કરવાની માંગણી પર સુપ્રિમ કોર્ટ ગુરૂવારે સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે સીબીએસસી અને આઇસીએસઇની ધો.10 અને ધો.12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓફલાઇન પરીક્ષા રદ્ કરવા માટે અગાઉ કોર્ટમાં રીટ કરવામાં આવી હતી. આ મુદ્ે આજે સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે આ પરીક્ષા વિશે ગુરૂવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

સુપ્રિમ કોર્ટમાં જસ્ટિસ એ.એમ.ખાન વિલ્કરની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની ટીમ જસ્ટીસ દિનેશ મહેશ્ર્વરી અને જસ્ટીસ સીટી રવિકુમાર સુનાવણી હાથ ધરશે. સીબીએસઇની અરજીમાં અન્ય કેન્દ્રીય અને રાજ્ય શિક્ષણ બોર્ડને મૂલ્યાંકનની અન્ય પધ્ધતિઓ ઘડવા માટે નિર્દેશોની માંગ કરવામાં આવી છે. કારણ કે હાલમાં તમામ બોર્ડે ધો.10 અને ધો.12ની પરીક્ષા ઓફલાઇન મોડમાં લેવા પ્રસ્તાવ મૂક્યો છે. સીબીએસસીઇએ 26મી એપ્રિલથી ધો.10માં અને ધો.12માં બે ટર્મમાં પરીક્ષા લેવાનો નિર્ણય લીધો હતો.  અરજીકર્તા તરફથી આજે હાજર રહેલા એડવોકેટ પ્રશાંત પદનાભને જસ્ટીસ ખાન વિલ્કર સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજ સમસ્યા બે વર્ષથી યથાવત છે. કોવિડમાં સુધારો થયા હોવા છતા ઓફલાઇન વર્ગો લેવાયા નથી તો પછી ઓફલાઇન પરીક્ષાઓ કેવી રીતે યોજાય? આ પરીક્ષાઓ રદ્ થવી જ જોઇએ અને વૈકલ્પિક મૂલ્યાંકન પ્રક્રિયા ઘડી કાઢવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.