Abtak Media Google News

સ્ત્રી-પુરૂષના લગ્નત્તર સંબંધ સાથે જોડાયેલી IPCની કલમ 497 પર સુપ્રીમ કોર્ટની બેંચ પોતાનો ચુકાદો સંભળાવી રહી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા ચુકાદો સંભળાવી રહ્યાં છે. તેઓએ કહ્યું કે કોઈપણ રીતે મહિલાની સાથે અસન્માનનો વ્યવયાર ગેરબંધારણીય છે. લોકશાહીની ખૂબી જ હું, તમે અને આપણામાં છે.

ચીફ જ્સિટસ દીપક મિશ્રા પોતાનો અને જસ્ટિસ એમ ખાનવિલકરનો ચુકાદો સંભળાવી રહ્યાં છે. તેઓએ કહ્યું કે IPCની સેક્શન 497 મહિલાના સન્માનની વિરૂદ્ધમાં છે. તેઓએ કહ્યું કે મહિલાઓને હંમેશા સમાન અધિકાર જ મળવો જોઈએ.ચીફ જસ્ટિસે કહ્યું કે મહિલાને સમાજની ઈચ્છા મુજબ વિચારવાનું ન કહી શકાય. સંસદે પણ મહિલાઓ વિરૂદ્ધ ઘરેલુ હિંસા પર કાયદો બનાવ્યો છે.

ચીફ જસ્ટિસે કહ્યું કે પતિ ક્યારેય પણ પત્નીનો માલિક ન હોય શકે. ચીફ જસ્ટિસ અને જસ્ટિસ ખાનવિલકરે કહ્યું કે એડલ્ટરી કોઈપણ રીતે ગુનો નથી, પરંતુ જો આ કારણે તમારો પાર્ટનર આત્મહત્યા કરી લે છે, તો પછી તેને આત્મહત્યા માટે ઉકસાવવાનો મામલો બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.