ઇકો સેન્સિટિવ ઝોનમાં 1 કિલોમીટરના ‘બફર’ ને જડતાથી ન અનુસરવા સુપ્રીમનું સૂચન

ઇકોલોજીની જાળવણી અને તેને ધ્યાને લઇ વિકાસ અનુસરવો જોઈએ

એક તરફ વિકાસની વાતો થાઈ છે તો બીજી તરફ ૧૮મી સદીમાં લઈ જવાના જંગલી કાયદા તરફ લઈ જવાનો પ્રયત્નો કરી રહ્યાં છે.

પોલોજીને જાળવી રાખી જો વિકાસ અનુસરવામાં આવે તો ઘણો ફાયદો મળી શકે પરંતુ જંગલ ખાતા નું જંગલી પણું વિકાસને રૂંધે છે તેવી ઘણી ઘટનાઓ સામે આવી છે ત્યારે સુપ્રીમ કોર્ટે પણ જંગલ ખાતા ને સૂચિત કર્યું છે કે બફર વિસ્તારમાં જડતા ન અનુસરવી જોઈએ.

કહેવાતા એકટીવીષ્ટો અને તજજ્ઞો પણ મોકો ચૂકતા નથી. જંગલખાતુ જાણે સિંહનું સંવર્ધન અંગેના નિર્ણયો લેવામાં આવતા હોય છે. પરંતુ કહેવાય છે કે, ખોટુ ગમે તેટલી વાર બોલો તે ખોટુ જ રહે છે તેવી જ રીતે જંગલ ખાતુ એક તરફ સિંહ સંવર્ધનની વાતો કરે છે અને સિંહની સંખ્યા વધારવા લીંબડજસ ખાટવા નિકળી પડયું છે. સમગ્ર દેશમાં જે પણ જગ્યાએ ઇકોસિનસેટિવ ઝોન ની અમલવારી કરવામાં આવેલી છે તે તમામ જગ્યા પર સુપ્રીમ કોર્ટે વન્ય વિભાગને તાકીદ કરી છે અને જણાવ્યું છે કે ઇકોલોજીનું જાળવવું અનિવાર્ય છે પરંતુ જે જડતા રાખવામાં આવે છે તે ન રાખવી જોઈએ એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે નિયમો મુજબ જ દરેક કામગીરી હાથ ધરવામાં આવે જે જગ્યા રોહિબિટ કરવામાં આવી છે તો તે વિસ્તારને પ્રોહીબીટા જ રાખવો જોઈએ એટલું જ નહીં જે વિસ્તારમાં બદલાવ લાવવા માટેનો નિર્ણય લેવાયો છે તો તેનો મતલબ એ નહીં કે તે વિસ્તારમાં સંપૂર્ણપણે બાંધકામ ને બંધ કરી દેવાય.

જો બફર ઝોન વિસ્તારમાં વિકાસ શક્ય બને તો હોટલો ને ઘણો ફાયદો મળી શકે છે પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે દરેક ઇકો સેન્સેટિવ ઝોન ના નિયમો અલગ અલગ હોય છે ગુજરાતની અને એમાં પણ ખાસ જ્યારે ગીર ઇકો સેન્સેટિવ ઝોન ની વાત કરવામાં આવે તો ખેતરમાં કૂવો કરવો અથવા વાડી વિસ્તારમાં કોઈ ઘર બનાવવું તે માટે માત્ર જંગલ ખાતાની પરવાનગી જ લેવી પડે છે અને જંગલ ખાતું પણ પરવાનગી આપે છે પરંતુ બફરજન વિસ્તારને જો બફર જ રાખવામાં આવે તો વન્ય જીવ સૃષ્ટિનું સારી રીતે સંવર્ધન થઈ શકે છે.

બફર ઝોનમાં વિકાસ ન થવો જોઈએ : ભૂષણભાઈ પંડ્યા

ઇકો સેન્સેટિવ ઝોન વિષયના તજજ્ઞ ભૂષણભાઈ પંડ્યા એ અબતક સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ઇકો સનસિટીવ ઝોનની જ્યારે હદ નક્કી કરી દેવામાં આવતી હોય ત્યારે તેને નોટિફાઇ પણ કરવામાં આવે છે ઇકોસેનસીટીવ ઝોન વિસ્તારમાં હોટલ બનાવવા માટેની પરવાનગી જંગલ ખાતું આપતું હોય છે માત્ર જો કોઈ પણ કામ રીસ્ત્રીક કરી દેવામાં આવ્યું હોય તો તે ખાણ ખનીજ એટલે કે માયનિંગનું છે. એ પણ વ્યક્તિ eeco સેન્સેટિવ ઝોન માં આવતા તેમના ખેતરમાં કૂવો અથવા તો વાડીમાં મકાન બનાવવા ઇચ્છતા હોય તો તેઓ મંજૂરી સાથે તેનું નિર્માણ પણ કરી શકે છે. ધુમા તેઓએ જણાવ્યું હતું કે જો બફર ઝોનમાં વિકાસ કરવામાં આવે તો તે વન્ય સૃષ્ટિ માટે સારું નથી કારણ કે વન્ય જીવો ને એક્ટિવ કોરિડોર આપવો ખૂબ જ જરૂરી છે જેથી તેમની જીનેટીક ડાઈવર્સિટી વધે. માનવ વસવાટ વધે છે તેનાથી વન્ય જીવો દૂર જતા જોવા મળે છે જે ખરા અર્થમાં વન્ય જીવસૃષ્ટિ માટે સારું નથી.

જંગલ અને સેન્ચુરી વિસ્તારને અલગ રાખવો એજ વન્ય પ્રાણીઓ માટે લાભદાયી : કિશોરભાઈ કોટેચા

વન્યજીવ સૃષ્ટિના ઉત્થાન માટે કાર્ય કરી રહેલા કિશોરભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે જંગલ અને સેન્ચ્યુરી વિસ્તારને અલગ રાખવો જોઈએ જે વન્ય પ્રાણીઓ માટે અત્યંત લાભદાય નિવડે છે. અને જે રીતે હાલ અત્યારે બફરજન વિસ્તારને અલગ જ રાખવામાં આવ્યો છે તેવી રીતે જો રાખવામાં આવે તો વન્ય જીવ સૃષ્ટિને ઘણો ફાયદો પહોંચશે હા વિકાસની જરૂરિયાત સો ટકા છે પરંતુ વન્ય જીવ સૃષ્ટિના ભોગે નહીં. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ મુદ્દે સરકારે અનેક વખત નોટિફિકેશન પણ જાહેર કર્યા છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા જે સૂચન આપવામાં આવ્યું છે તેમાં એ વાત સ્પષ્ટ છે કે જંગલ ખાતા દ્વારા છૂટછાટ આપવામાં આવી જોઈએ તો વિકાસવાદ શક્ય બને પરંતુ બફર ઝોનને બફર જ રાખવો જોઈએ જે વન્ય પ્રાણીઓ માટે લાભદાયી છે.