Abtak Media Google News
  • અબતકની શુભેચ્છા મુલાકાતે સૂર સપ્તક ગ્રુપના સભ્યો

રાજકોટ સુર સપ્તક ગ્રુપ રાજકોટ દ્વારા આપણા લોક લાડીલા સાઉથ ના અદભુત પાર્શ્વગાયક  એસ.પી.બાલાસુબ્રમણ્યમને તેમની તા.4.6ની જન્મ દીવસએ શ્રધ્ધાંજલી અર્પતો કરાઓક ઉપર તેમના સુમધૂર ગીતોનો કાર્યક્રમ  હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે  તા.1-6-24 ના રાત્રે 9 થી1ર કલાકે  આયોજન કરવામાં આવ્યું છે.

જેમા સુર સ્તક ગ્રુપના ગાયક સંજયભાઈ પંડયા (વોયસ ઓફ એસ.પી) ના સ્વર થી એસ.પી.બા લાસુબ્રમણ્યમના ગીતો થી શ્રધ્ધાંજલી અર્પશે.

એસ.પી.બાલાસુબ્રમણ્યમ નો જન્મ તા-4-6-1946 ના રોજ નેલ્લોર મુકામે થયો હતો. તેમનુ પુરુ નામ શ્રીપથી પંડીતારાધ્યુલા બાલાસુબ્રમણ્યમ હતુ. આપણે તેમને એસ.પી ના ટુકા નામ થી ઓળખીએ છીએ.આમ તો તેમને ધણા એવોર્ડ તેમની સંગીતમય યાત્રા મા મળેલ છે. જેમા 2001 મા તેઓ ને પધ્મશ્રી એર્વોડ થી સન્માનવામા આવેલ અને છેલ્લે 2021મા તેમને પધ્મવીભુષણ થી પણ સરકાર  દવારા નવાજવામા આવેલ હતા. તેમણે તેમના જીવન દરમીયાન પાશ્વાગાયક તરીકે લગભગ 50000 હજાર કરતા પણ વધારે ગીતો ગાયા છે. એક રેકોર્ડ છે. તેમણે

એક દીવસ મા વધુમા વધુ 27 ગીતો કન્નડા મા રેર્કોડીંગ કરવાનો પણ તેમનો અનોખો રેર્કોડ તેમના નામે છે. તેમણે તેલુગુ,તામીલ,કન્નાડા,મલાયાલમ અને હીન્દી સીનેમા મા પાશ્વગાયક તરીકે ગીતો ગાયા છે.

આ અમર ગાયક ને યાદ કરી ને આપણ રાજકોટ તેમને તેમના જન્મ દીવસે યાદ કરી ને ભાવભરી શ્રધ્ધાંજલી સુર સપ્તક ગ્રૂપ દવારા આપવા જઈ રહયુ છે. તો તેમા રાજકોટની સંગીત પ્રમી જનતાને તેમા સહભાગી થવા આવકારીએ છીએ.

આ કાર્યક્રમમા સુર સપ્તક ગુપના સંજયભાઈ પંડયા (વોયસ ઓફ એ.સ.પી. બાલાસુબ્રમણ્યમ) રાજેશભાઈ પંડયા (મુકેશજી) સુનીલભાઈ શાહ (હેમંતકુમાર) ડો.પ્રીતીબેન ભટટ,પુનમબેન ગજેરાના અવાજના મુધુર ગીતો થી તેમજ એન્કર  દીપકભાઈ જોષી તથા ભાવનાબેન સોની પોતના મધુર અવાજથી સ્વ. એસ.પી. બાલા સુબ્રમણ્યમ સાહેબ ને શ્રધ્ધાંજલી અર્પશે.

આ કાર્યક્રમમા આપણા રાજકોટના મહામુલા મોધા રતન સમા ડો.અતુલભાઈ જ ોષી કે જેઓ એ છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ મા મેડીકલ ક્ષેત્રે ર્કાયરત છે. તેમજ જે મને ગીનીશ બુક ઓફ વર્લ્ડમા પણ સ્થાન મળેલ છે. અને તેથી પણ વધારે સંગીત ક્ષેત્રે પણ તેઓ ખુબજ ર્કાયરત છે. અને ધણા નામી કલાકારો સાથે પોતાની સંગીત યાત્રા ખેડેલ છે. તેવા ડો. અતુલભાઈ જોષીનુ શાલ ઓઢાડીને સન્માનવા મા આવશે.

આ ઉપરાંત જૈન સમાજ અગ્રણી અને વિવિધ સંસ્થા સાથે જોડાયેલા સી.એમ. શેઠનું પણ એની આવી અનેરી કામગીરીના ભાગરૂપે સન્માન કરવાનું પણ આયોજન કરેલ છે.

ફી પાસ મેળવવા માટે સુર સપ્તકના રાજેશભાઈ પંડયા 9428ર 56433 તેમજ સુનીલભાઈ શાહ 98242 10515 નો સંપર્ક કરવો.

અબતકની શુભેચ્છા મુલાકાતે રાજેશ પંડયા, સુનિલ શાહ, સંજય પંડયા, પુનમ ગજેરા ઉપસ્થિત રહ્યા  હતા.

સૂરોના સાત સ્વરોમાં રસતરબોળ થવા હરહમેશ રંગીલુ રાજકોટ તૈયાર

અબતકના મેનેજીંગ તંત્રી સતિષકુમાર સાથે વાતચીત કરતા આર્ટીસ્ટ સંજય પંડયા જણાવ્યું હતુ કે, સુર સપ્તક ગ્રુપ છેલ્લા ચાર વર્ષથી જોડાયેલ છે. સુરસપ્તકગ્રુપમાં પારિવારિક માહોલમાં કામ કરવામાં આવે છે.  અમારા ગ્રુપના હેડ રાજેશ પંડયા છે. અને સુનિલશાહ  સાથે કામે છે. આ કાર્યક્રમ પુનમ ગજેરા અને ડો. પ્રિતિ ભટ્ટ સાથે કામગીરી નિભાવવાના છે. તેમજ રાજકોટમાં 200 કરાઓકે છે તો આગામી દિવસોમાં બધા વચ્ચે બેસ્ટ સ્પર્ધા કરીને બેસ્ટ ઓફ બેસ્ટ કરી ને સારી પ્રતિભાઓને બહાર લાવાનો એક અનેરો પ્રયાસ ભવિષ્યમાં  કરશુ સૂરોના સાતસ્વરોમાં રસતરબોળ થવા નવા-જૂના ગીતોની  સુરાવલી સાંભળવા રંગીલુ રાજકોટ હર હંમેશા તૈયાર જ હોય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.