- રાંદેર વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએથી MD ડ્રગ્સ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપ્યુ
- પોલીસે ૩ આરોપીઓની કરી ઘરપકડ
- કુલ કીમત રૂપિયા 10 લાખથી વધુનો મુદામાલ કર્યો જપ્ત
સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએથી MD ડ્રગ્સ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યું હતું. આ સાથે જ પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમજ MD ડ્રગ્સના જથ્થા સહીત કુલ 10 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ, પકડાયેલા બંને આરોપીઓના કબ્જામાંથી મળી આવેલો MD ડ્રગ્સનો જથ્થો સોહાન હજીફુલ્લા ખાન પાસેથી વેચાણ અર્થે મંગાવતા તેણે તેના અન્ય સાગરિત મારફતે આ ડ્રગ્સનો જથ્થો રાંદેર તીનબત્તી પાસે આવી આપી ગયા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તે બંનેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી.
સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએથી એમડી ડ્રગ્સ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યું છે. પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે તેમજ એમડી ડ્રગ્સના મુદામાલ સહીત કુલ 10 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગત 25 જાન્યુઆરીના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં રાંદેર રોડ અમર ચિલ્ડ્રન હોસ્પિટલ સામે જાહેર સર્વિસ રોડ પરથી મોપેડ પર MD ડ્રગ્સનો જથ્થો લઈને આવનાર આરોપી ફહદ સઈદ શેખ અને સાહિલ અલ્તાફ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી 5,38,200 રૂપિયાની કિમતનું 53.820 ગ્રામ MD ડ્રગ્સ, રોકડા રૂપિયા 13,100 અને મોપેડ મળી કુલ 7,16,300 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
પકડાયેલા બંને આરોપીઓના કબ્જામાંથી મળી આવેલો MD ડ્રગ્સનો જથ્થો સોહાન હજીફુલ્લા ખાન પાસેથી વેચાણ અર્થે મંગાવતા તેણે તેના અન્ય સાગરિત મારફતે આ ડ્રગ્સનો જથ્થો રાંદેર તીનબત્તી પાસે આવી આપી ગયા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તે બંનેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી.
આ ઉપરાંત 26 જાન્યુઆરીના રોજ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી સોહાન હજીફુલ્લા ખાનને તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેના કબ્જામાંથી 2,63,200 રૂપિયાની કિમતનું MD ડ્રગ્સ તથા શંકાસ્પદ ક્રિસ્ટલ પદાર્થ કુલ વજન 1840 ગ્રામ તથા ડ્રગ્સમાં મિશ્રણ કરવા માટે રો-મટીરીયલ્સ તરીકે ઉપયોગ કરવા લાવેલ મેગ્નેશિયમ સલ્ફેટનો જથ્થો તથા અન્ય મુદામાલ મળી કુલ 2,72,950 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
આમ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને 8,01,400 રૂપિયાની કિમતનું 80,140 ગ્રામ MD ડ્રગ્સ તથા શંકાસ્પદ ક્રિસ્ટલ પદાર્થ વજન 1840 ગ્રામ તથા ડ્રગ્સમાં મિશ્રણ કરવા માટે રો મટીરીયલ્સ તરીકે ઉપયોગ કરવા લાવેલા મેગ્નેશિયમ સલ્ફેટનો જથ્થો તથા અન્ય મુદામાલ મળીને કુલ 9,89,250 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો અને એક જ દિવસમાં NDPS હેઠળ બે અલગ અલગ કેસો કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય