Abtak Media Google News

હજુ થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં લીફ્ટ તૂટવાની ઘટના બની હતી. ત્યારે સુરતમાં પણ આજે લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે. પાંડેસરામાં લિફ્ટ તૂટતા બે લોકોના મોત નીપજ્યા છે.

Screenshot 1 26

મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારની છે જ્યાં લિફ્ટ તુટવાની ઘટના બની છે. તિરુપતિ સર્કલ પાસેના પ્લેટિનિયમ કોમ્પ્લેક્ષમાં દુર્ઘટના બની છે, જેમાં 2 લોકોના મોત નીપજ્યા છે.

Screenshot 4 11

લિફ્ટ ફીટીંગનું કામકાજ ચાલી રહ્યું હતું

લિફ્ટ ફિટિંગ કરવાના કામ દરમિયાન આ દુર્ઘટના ઘટી હોય શકે છે. જોકે, અત્યારે તો લિફ્ટ તૂટવાને કારણે આ દુર્ઘટના ઘટી હોવાના પ્રાથમિક અહેવાલો સામે આવ્યા છે.

14 માં માળેથી લિફ્ટ પટકાય

બમરોલી વિસ્તારમાં આવેલા પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ ના 14 માં માળે લિફ્ટ હતી એ દરમિયાન લિફ્ટ રીપેરીંગ નું કામકાજ ચાલી રહ્યું હતું આ દરમિયાન લિપ 14 માં માળેથી લડાકાભેર નીચે મેસેજમાં હતી જેના કારણે બે શ્રમિકોના મોત નિત્યા છે હાલ ઘટના સ્થળે પોલીસે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.