• ડીંડોલીમાં અજાણ્યા શખસોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો

  • યુવક હોસ્પિટલ પહોંચે એ પહેલા તેનું થયું મોતWhatsApp Image 2024 08 06 at 10.53.06 AM 2

Surat: ડીંડોલી વિસ્તારમાં મોડીરાત્રે 22 વર્ષીય અંશ ઉર્ફે ગૌરવ નામની હત્યા કરવામાં આવી છે. મહાદેવ નગર નજીક કેટલાક લોકોએ અંશ પર જીવલેણ હુમલો કર્યો હતો. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. એક મહિના પહેલા જ અંશ બારડોલીથી સુરત આવ્યો હતો. બારડોલીમાં તે નશા મુક્તિ કેન્દ્રમાં દાખલ પણ હતો. સુરત શા માટે આવ્યો હતો તે અંગેની તપાસ હાલ પોલીસ કરી રહી છે. જ્યારે કેટલાક લોકોએ અંશ પર જીવલેણ હુમલો કર્યો ત્યારે બૂમાબૂમ થતા સ્થાનિકો તેને બચાવવા માટે આવી પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે સમગ્ર મામલે હુમલો કરનારા શખસો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અંશ શા માટે સુરત આવ્યો હતો તે અંગેની તપાસ કરાઇ

આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ડીંડોલી વિસ્તારમાં મહાદેવ નગરમાં હત્યાનો બનાવ બન્યો છે. આ બનાવવામાં અંશ નામના વ્યક્તિની હત્યા થઈ છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે કે બારડોલીમાં નશા મુક્તિ કેન્દ્રમાં અંશ કેટલા સમય સુધી એડમિટ હતો. ત્યાં આવનજાવન કરતો હતો કે ત્યાં જ એડમીટ હતો. અંશ સાથે જોડાયેલા કેટલા લોકો છે તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત સીસીટીવી કેમેરા સહિત અન્ય જાણકારીની પણ તપાસ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.