સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડી સફાઈ માટે કથા યોજી અનોખો વિરોધ કર્યો

સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો વિરોધ કરાયો

ખાડી મહોત્સવ અંતર્ગત આજે ચોથો દિવસ.

ખાડી સફાઈ ને લઈ સત્યનારાયણ ભગવાન ની કથા યોજાઈ

સાશક પક્ષ અને વિપક્ષ ને સદબુદ્ધિ મળે તે માટે કથા યોજાઈ

સુરત શહેર માં ખાડી સફાઈ મુદ્દે કોંગ્રેસ વિરોધ કરી રહી છે તેવામાં આજે ખાડી મહોત્સવ અંતર્ગત પુણા ગામ ખાતે સત્યનારાયણ ભગવાન ની કથા યોજી અનોખો વિરોધ નોંધાવ્યો હતો..

સુરત શહેર ની મધ્ય માંથી પસાર થતી ખાડી સફાઈ નો વર્ષો જૂનો મુદ્દો હજુ તેમજ ચાલ્યું આવે છે.પરંતુ હજુ સુધી ખાડી સફાઈ થઈ નથી ખાડી ના કારણે સોસાયટી માં બીમારી ફેલાઈ રહી હોવાની અનેક ઘટનાઓ બની રહી છે પરંતુ હજુ સુધી ખાડી સફાઈ થઈ નથી.

જે ને લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત આજે  મહોત્સવના ચોથા દિવસે સત્યનારાયણ ભગવાનની કથા યોજી સાશકપક્ષ અને વિરોધપક્ષને સદબુદ્ધિ મળે તે માટે આયોજન કર્યું હોવાનું કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું.