- સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં
- મહિલા દર્દીઓને ગાયનેકોલોજી વોર્ડમાં પગપાળાં જવું પડતું હોવાના આક્ષેપો
- ઈલેક્ટ્રિક વાહનો હોવા છતાં ઉપયોગ ન કરાતા હોવાના આક્ષેપો
સુરતની સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે થોડા દિવસો અગાઉ જ સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડને શિફ્ટ કરવામાં આવ્યો છે. ત્યારેથી મહિલા દર્દીઓને ગાયનેકોલોજી વોર્ડમાં જવા માટે પગપાળાં જવાની ફરજ પડી રહી છે. બીજી તરફ દર્દીઓ માટે ઈલેક્ટ્રિક વાહનો રાખવામાં આવ્યા છે. પરંતુ તેનો ઉપયોગ કરવામાં ન આવતો હોવાના આક્ષેપો કરાયા છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે, આ પ્રકારની બાબતો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે. દર્દીઓને કોઈ પરેશાનીનો સામનો કરવો ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.
સુરત સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વોર્ડ શિફ્ટ કરાતા હાલાકી, ઈલેક્ટ્રિક વાહનો ઉપયોગમાં ન લેવાતા દર્દીઓ પરેશાન થયા હતા.
સુરતની સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે થોડા દિવસો અગાઉ જ સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડને શિફ્ટ કરવામાં આવ્યો છે. ત્યારથી મહિલા દર્દીઓને ગાયનેકોલોજી વોર્ડમાં જવા માટે પગપાળાં જવાની ફરજ પડી રહી છે. બીજી તરફ દર્દીઓ માટે ઈલેક્ટ્રિક વાહનો રાખવામાં આવ્યા છે. પરંતુ ઉપયોગમાં ન લેવાતા તે ધૂળ ખાઈ રહ્યા છે.
બાળકોને લઈને જવું પડે છે
સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટમાં સતત ખામીઓ દેખાઈ રહી છે. તેમજ તમામ સાધનો હોવા છતાં દર્દીઓને જોઈએ તેવી સુવિધા મળી રહી નથી. ઈલેક્ટ્રિક વાહનો હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં ન આવતો હોવાના આક્ષેપો કરાયા છે. જેથી દર્દીઓને ગાયનેક વોર્ડમાં ચાલીને જવાની ફરજ પાડતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. મહિલાઓને નાના બાળકોને તેડીને લઈને જવાની ફરજ પડી રહી છે.
તંત્રનો બચાવ
સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે, આ પ્રકારની બાબતો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે. દર્દીઓને કોઈ પરેશાનીનો સામનો કરવો ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. થોડા સમય પહેલાં જ વોર્ડ અન્ય બિલ્ડીંગમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. જેથી થોડી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, તમામ સુવિધાઓ દર્દીઓ માટે છે. તેમને પૂરતો લાભ મળી રહે તે ધ્યાન રાખવામાં આવશે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય