- સુરત: સરથાણા વિસ્તારમાં ભાજપના ચિન્હ સાથે ઓફિસ ધરાવનાર વેપારીને ધમકાવી રૂપિયા પડાવતા
- લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા વેપારી અને હોટલ સંચાલકોને ધમકાવી રૂપિયા પડાવતા
- પોલીસ સ્ટેશન ખાતે લલિત અને અલ્પેશ ડોંડા વિરોધ ફરિયાદ નોંધાઈ
- સરથાણા પોલીસ દ્વારા આરોપી અલ્પેશ ડોંડાની ધરપકડ કરાઈ
સુરત કુખ્યાત વિરોધ નોંધાય ત્રણ ત્રણ ફરિયાદ લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા વિરોધ ખંડણી નો ગુનો નોંધી સરથાણા પોલીસ સુરતના સરથાણા વિસ્તારમાં રાજ ઇમ્પીરિયામાં ભાજપના ચિન્હ અને સાથે ઓફિસ ધરાવી મોટા ભાજપના કાર્ય કરવાની છાપ ઊભી કરનારા ડોંડા બંધુઓ લલિત અને અલ્પેશ ડોંડા અવારનવાર સોશિયલ મીડિયામાં વેપારી અને હોટલ સંચાલકોને ખોટી રીતે ધમકાવી લાખોના રૂપિયા પડાવ્યા હતા.
તેમજ પત્રકારો અને ઓળખ આપી લોકોને બ્લેકમેલ કરતા હતા પરંતુ આખરે ડોંડા બંધુનો પાપનો ઘડો ભરાઈ ગયો સરથાણા પોલીસ સ્ટેશન ખાતે લલિત અને અલ્પેશ ડોંડા વિરોધ ત્રણ ફરિયાદ નોંધાતા હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપી અલ્પેશ ડોંડા ની ધરપકડ કરવામાં આવી છે.
તેમજ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારના લક્ષ્મી પાર્કિંગના સંચાલકે ડોંડા બંધ ધમકી આપી અને પ્રેસના નામે ધમકી આપી ગેરકાયદેસર રીતે 6,35,000 પડાવી લેતા લક્ષ્મી પાર્કિંગના સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ હાથ ધરી છે.
પાર્કિંગ સંચાલક મનોજ વિરડીયા પાસે અલ્પેશ ડોંડાને 10,000 તેમજ લલિત દંડાને 25000 દર મહિને આપવા પડશે જો નહીં આપો તો તમારા પાર્કિંગમાં રહેલા વાહનોને તેમજ તમારા પાર્કિંગને બંધ કરાવવામાં આવશે એવો પ્રયત્ન નામે ધમકી આપતા પાર્કિંગ સંચાલકે 6,35,000 જેવી માતબર રકમ ટુકડે ટુકડે ડોંડા બંધુ અને આપી હતી જોકે કામરેજ ખાતે હોટલ સંચાલકે ડોંડા બંધુ વિરોધ ફરિયાદ નોંધાવતા પાર્કિંગ સંચાલકમાં હિંમત આવતા તેઓએ સરથાણા પોલીસ સ્ટેશન નો સંપર્ક કરતા પોલીસના સહયોગથી સંકલનમાં આવી ને અંતે ડોંડા બંધો વિરોધ ફરિયાદ નોંધાવતા હાલ સુરતમાં આવા બ્લેકમેલન અને ખંડણી કરી પત્રકારના નામને ખોટી રીતે બદનામ કરનાર તત્વો પર સરથાણા પોલીસે તવાઈ બોલાવી છે જોવાનું એ રહેશે મુખ્ય આરોપીઓં હાલ પોલીસ પકડથી બહાર છે ત્યારે ક્યારે પોલીસ પકડમાં આવે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય