સુરત: દર વર્ષની સરખામણીએ આ વર્ષે ઉતરાયણમાં ઈજાગ્રસ્ત થનાર પક્ષીઓની સંખ્યામાં ઘટાડો

સુરત, ભાવેશ ઉપાધ્યાય

ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે મોતની સજા બની જતી હોય છે. છેલ્લા એક દિવસમાં જીવ દયા પ્રેમી સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર પક્ષીઓને સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અંદાજે સુરત શહેરમાંથી 538 જેટલા કોલ મળ્યા હતા અને 50 પક્ષીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

વિવિધ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પણ પક્ષીઓને સારવાર આપવા માટેની કામગીરી કરવામાં આવી હતી. ગત વર્ષની સરખામણીએ આ વખતે પક્ષીઓના ઈજાગ્રસ્ત થવાના કેસોમાં ૨૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. લોકોમાં ધીરે ધીરે ઉતરાયણ દરમિયાન માંજાને ઉપયોગ થકી પક્ષીઓ અને જે ઈજા થાય છે તેને લઈને જાગૃતિ આવી રહી છે.

બીજી તરફ કોરોના સંક્રમણ કારણે કારણે પણ આ વખતે ઉતરાયણમાં લોકો વધુ સંખ્યામાં એકત્રીત થઈને પતંગ ચગાવવાનું પણ ટાળ્યું હતું પરિણામે પક્ષીઓ ગત વર્ષની સરખામણીએ બીજા પામવાના કિસ્સાઓ ખૂબ ઓછા સામે આવ્યા છે.