- દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા જીવતા કાર્ટીઝ ઝડપાયા
- આરોપી લાલજી ઉર્ફે લાલો પરમારની ધરપકડ
- રત્નકલાકાર મોજ શોખ માટે પિસ્તોલ સાથે રાખતો હોવાનું આવ્યું સામે
સુરતમાં વરાછા પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા જીવતા કાર્ટીઝ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ વરાછા પોલીસે બાતમીના આધારે પોલીસે એકે રોડ ફુલ માર્કેટ પાસે વોચ ગોઠવી હતી. જ્યાં લાલજી ઉર્ફે લાલો પરમાર નામના વ્યક્તિ પાસેથી એક પિસ્તોલ તેમજ જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા. આરોપી રત્નકલાકાર તરીકે કામ કરે છે. તેમજ મોજ શોખ માટે પિસ્તોલ રાખતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે પિસ્તોલ, જીવતા કાર્ટીઝ મળી 10,300 ની મતા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અનુસાર માહિતી મુજબ, સુરત વરાછા પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા જીવતા કાર્ટીઝ સાથે એક ઈસમની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસ તપાસમાં આરોપી મોજ શોખ માટે પિસ્તોલ રાખતો હોવાનું સામે આવ્યું છે.
સુરતના વરાછા પોલીસે બાતમીના આધારે એ કે રોડ ફુલ માર્કેટ પાસેથી પિસ્તોલ અને જીવતા કાર્ટીઝ સાથે એક યુવકની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં લાલજી ઉર્ફે લાલો પરમાર મોજ શોખ માટે પિસ્તોલ સાથે રાખતો હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં લાલજી ઉર્ફે લાલો પરમાર રત્નકલાકાર તરીકે કામ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
સુરતની વરાછા પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા જીવતા કાર્ટીઝ સાથે એકને ઝડપી પાડ્યો હતો. વરાછા પોલીસે બાતમીના આધારે પિસ્તોલ સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે પોલીસે એકે રોડ ફુલ માર્કેટ પાસે વોચ ગોઠવી હતી. તેમજ લાલજી ઉર્ફે લાલો પરમાર ત્યાંથી પસાર થતાં તેમની પૂછપરછ અને તપાસ કરવામાં આવી હતી.
લાલજીને ઝડતી લેતા એક પિસ્તોલ તેમજ જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા. આ પીસ્ટલ લાલજી મોજ શોખ માટે સાથે ફેરવતો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, લાલજી ઉર્ફે લાલો પરમાર રત્નકલાકાર તરીકે કામ કરે છે. લાલજીએ યુપીના માનસર ખાતેથી પીસ્ટલ મંગાવી હતી. આ દરમિયાન હાલ પોલીસે પિસ્તોલ ,જીવતા કાર્ટીઝ મળી 10,300ની મતા કબ્જે કરી હતી. ત્યારે પોલીસે લાલજી પરમારની ધરપકડ કરી વઘુ પૂછપરછ હાથ ધરી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય