• સુરતમાંથી નશીલા પદાર્થો ઝડપાવવાનો સિલસિલો
  • માંગરોળના નાની નરોલી ગામે ઘરમાંથી મોટો ગાંજાનો જથ્થો મળ્યો
  • પોલીસે મહિલા સહિત ૩ આરોપીઓની કરી ધરપકડ

Surat : નશાના કાળા કારોબાર માટે 1700 કિમી દૂરથી સુરત લાવવામાં આવેલા મોટા ગાંજાના જથ્થાનો અને વેપારનો ઓલપાડ પોલીસની પર્દાફાશ કર્યો હતો. પોલીસે 71 લાખની કિંમતનો 712 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

MAHILA

સુરતમાં નશાના સોદાગરો બેફામ બન્યા છે. તેમજ અવારનવાર સુરત શહેર અને જિલ્લામાં ડ્રગ્સ અને  ગાંજા જેવા નશીલા પદાર્થો ઝડપાતા રહે છે. ત્યારે આવા જ વધુ 1 નશાના કારોબારનો સુરતના ઓલપાડ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ સાથે સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસે અટોદરા ગામેથી તથા માંગરોળ તાલુકાના નાની નરોલી ગામેથી 740.330 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. તેમાં પોલીસ મહિલા સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ 74.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઓલપાડ તાલુકાના અટોદરા ગામની સીમમાં આવેલા વાઈબ્રન્ટ ઈકો પાર્ક સોસાયટીના મકાનમાં ભાડે રહેતો સૂર્યપ્રકાશ ઉર્ફે મોનું અમરનાથ પાંડે તેના મકાનમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કરી તેનું છૂટક વેચાણ પોતે તથા તેના માણસો મારફતે કરાવતો હોવાની બાતમી ઓલપાડ પોલીસને મળી હતી. ત્યારે બાતમીના આધારે ઓલપાડ પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો.

surat 2 1

 

પોલીસે ઘરમાં તપાસ કરતા ત્યાંથી 2,73,800 રૂપિયાની કિંમતનો 27.380 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે તેની કડક પૂછપરછ કરતા અને વધુ તપાસ હાથ ધરતા આ ગાંજાનો જથ્થો અઝીઝ સલીમ ફકીર આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું અને અઝીઝ ફકીરે તેની સાથે મળેલા માણસો સાથે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે ટાવર ફળીયામાં સંગ્રહ કરી રાખ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસે ત્યાં પણ દરોડા પાડ્યા હતા. અને  ત્યાંથી પોલીસે અઝીઝ સલીમ ઈસ્માઈલશા ફકીર તથા શરીફાબાનુ બાબુભાઈ સુલેમાન શાહને ઝડપી તેના મકાનમાંથી 71,29,500 ની કિંમતનો 712.950 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.

આમ ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે 740.330 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી કુલ 74,08,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ ઝડપાયેલો સલીમ ઈસ્માઈલશા ફકીર ત્રણેક વર્ષ પહેલા સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાયેલો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે માલ મંગાવનાર અને મોકલનાર મળી કુલ 3 લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.