સુરત: રાજ્યમાં એક તરફ વાહનો બેફામ ચલાવીને નબીરાઓએ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે નશાની હાલતમાં વાહનો શહેરની અંદર ચલાવતાં તત્વો પણ માસૂમોના જીવ માટે ખતરા સમાન છે. ત્યારે સુરતના કુંભારીયા ગામે સુડા સાહકાર રેસીડેન્સીમાં ચાર વર્ષની બાળકી પર ગેટ પડતા બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના મામલે કાર ચાલકે ગેટને ટક્કર મારતા ગેટ તૂટીને નજીક રમી રહેલી બાળકી પર પડ્યો હતો. જેના કારણે બાળકીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.
ગોડાદરા વિસ્તારમાં આવેલા સુડા સહકાર આવાસના ગેટ નજીક બાળકો રમી રહ્યાં હતાં. આ દરમિયાન એક છ વર્ષની બાળકી ગેટની નજીક ઉભી હતી. સિક્યુરિટી ગાર્ડની દીકરી ઉભી હતી. ત્યારે એક નશામાં બેફામ થયેલા ચાલક કાર લઈને પસાર થઈ રહ્યો હતો. જેણે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી કારને ગેટ સાથે અથડાવી હતી. જેથી લોખંડનો ભારે ભરખમ ગેટ પડી ગયો હતો. જે બાળકી પર પડતાં કચડાઈ ગઈ હતી.આટલું બાકી હોય તેમ આડા પડેલા ગેટ પર પણ ચાલકે કાર ચડાવી દીધી હતી. જેથી બાળકી વધારે કચડાઈ ગઈ હતી.
14 માર્ચે ધૂળેટીના દિવસે પુણા કુંભારિયામાં આવેલી સુડા સહકારી રેસિડેન્સીમાં વોચમેન તરીકે નોકરી કરતા ક્રિશાજોગી વિશ્વકર્માની ચાર વર્ષીય બાળકી રણજિતા સોસાયટીના ગેટ નજીક રમી રહી હતી. આ સમયે જ સોસાયટીમાં રહેતા અને હીરા ઉદ્યોગમાં મજૂરી કરતા હરેશભાઈ ઓળખીયા તેમના મિત્રની કાર લઈને ત્યાં આવી રહ્યા હતા. તેઓ પોતાની આઈ-20 (GJ 05 RP 5854) કાર સોસાયટીના મુખ્ય ગેટમાંથી અંદર લઈ જઈ રહ્યા હતા ત્યારે બેફિકરાઈથી કારચલાવી સોસાયટીના લોખંડના દરવાજા સાથે અથડાવતા દરવાજો રણજિતા પર પડ્યો હતો. ત્યારબાદ હરેશભાઈએ પોતાની કાર દરવાજા માથેથી ફેરવી દીધી હતી.
સુડા સહકાર રેસિડેન્સીમાં બનેલી આ હચમચાવી દેતી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં જોવા મળી રહ્યું છે કે, કારચાલક જ્યારે ગેટમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે બેદરકારીપૂર્વક ગેટરને ટક્કર મારે છે. લોખંડનો ગેટ બાળકી માથે પડ્યા બાદ પણ કારચાલક પોતાની કાર રોકતો નથી અને ગેટ પરથી ફેરવીને અંદર પ્રવેશ કરે છે. જેના કારણે માસૂમ બાળકીના ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયા હતા. માસૂમ બાળકીની માતાનું હૈયાફાટ રૂદન સપરમાં દિવસે જ માસૂમ રણજિતાનું મોત થતા સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા. રણજિતાના પિતા સોસાયટીમાં જ વોચમેન તરીકે ફરજ બજાવે છે. માસૂમ બાળકીની માતાના હૈયાફાટ રૂદનના કારણે સૌ કોઈની આંખો ભીની થઈ હતી.
સ્થાનિક લોકોને જાણ થતાં તરત જ પોલીસે ઘટના સ્થળે પહોંચી કારચાલક હરેશભાઈ ઓળખીયાની ધરપકડ કરી લીધી છે. હાલ સાપરાધ મનુષ્ય વધની કલમ સાથે તેની કાર જપ્ત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતના કુંભારીયા ગામે સુડા સાહકાર રેસીડેન્સીમાં 4 વર્ષની બાળકી પર ગેટ પડતા બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના મામલે કાર ચાલકે ગેટને ટક્કર મારતા ગેટ તૂટીને નજીક રમી રહેલી બાળકી પર પડ્યો હતો. ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય