- શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા
- આરોપી પર રૂપિયા 50 હજારનું ઇનામ કર્યું હતું જાહે
- આરોપી તામરાજ શાહુ નામના યુવકની ધરપકડ
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ને મળી મોટી સફળતા મળી છે. જેમાં બાપ-દીકરા વિરૂધ્ધમાં નોંધાયેલ દુષ્કર્મના કેસોમાં સાક્ષીઓ ઉપર હુમલા કરનાર આરોપી ઝડપાયો હતો. આ ઉપરાંત એસીડ એટેક, જીવલેણ હુમલા તથા મર્ડરના ગુનાઓમાં છેલ્લા 10 વર્ષથી મોસ્ટ વોન્ટેડ તામરાજ શાહુ નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી પર રૂપિયા ૫૦ હજારના ઇનામ જાહેર કર્યું હતું. ત્યારે આરોપીની નોઇડા ઉત્તરપ્રદેશ ખાતેથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
અ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચર્ચાસ્પદ કેસ આસારામ તેમજ નારાયણ સાઈ વિરુદ્ધ નોંધાયેલા બળાત્કાર અને દુષ્કર્મ કેસમાં સાક્ષી પર એસિડ એટેક જીવલેણ હુમલો તેમજ હત્યાના ગુનામાં છેલ્લા દસ વર્ષથી ભાગતા ફરતા આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી તામરાજ ઉર્ફે સ્ટીફન સાહુને નોઈડા ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યો છે.
ગુજરાત તેમજ રાજસ્થાન રાજ્યમાં આશારામ તેમજ નારાયણભાઈ વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ બળાત્કાર અને દુષ્કર્માના કેસ નોંધાયા હતા અને આશારામ તેમજ નારાયણ સાંઈની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સાક્ષીઓને ફરિયાદ પાછી ખેંચી લેવા અને જુબાની નહીં આપવા માટે કેટલાક ઈસમો દ્વારા ડરાવવામાં આવતા હતા. આ ઉપરાંત કેટલાક સાક્ષીઓને મારી નાખવા માટે તેમના પર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો અને એસિડ એટેક પણ કરવામાં કરવામાં આવ્યો હતો. ત્યારે આસારામ અને નારાયણ સાંઈના નજીકના સાધક કાર્તિક, તામરાજ અને અન્ય કેટલાક લોકોએ સાથે મળીને એક સિન્ડિકેટ બનાવી હતી અને અલગ અલગ રાજ્ય તેમજ શહેરોમાં આસારામ તેમજ નારાયણ સાઈના કેસમાં ફરિયાદી તેમજ સાક્ષી ઉપર હુમલા કરવામાં આવ્યા હતા.
આસારામ અને નારાયણ સાઈના ભક્તો કાર્તિક અને તામરાજની ગેંગ દ્વારા એક્સપ્લોઝિવ દ્વારા ફરિયાદી તેમજ સાક્ષી પર હુમલા કરવા, આ ઉપરાંત ફાયરિંગ કરી ફરિયાદી તેમજ સાક્ષીઓને મોતને ઘાટ ઉતારવા, ચપ્પુ વડે હુમલો કરી ઉપરાંત એસિડ એટેક કરી ફરિયાદી તેમજ સાક્ષીઓ પર હુમલો કરવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું અને અલગ અલગ ગુના પણ આચરવામાં આવ્યા હતા.
માર્ચ 2014માં સુરતના ઉમરાહદ વિસ્તારમાં દિનેશ ભાગચંદાની નામના વ્યક્તિ પર સાક્ષીને મદદ કરતો હોવાની શંકા રાખીને આ આરોપીઓએ એસિડ એટેક કર્યો હતો. જુલાઈ 2024માં રાજકોટમાં વેદ અમૃત પ્રજાપતિ ઉપર ફાયરિંગ કરી તેની હત્યા કરવામાં આવી હતી. જાન્યુઆરી 2015માં મુજફરનગર ખાતે અખિલ ગુપ્તાનું ફાયરિંગ કરીને મોત નીપજાવવામાં આવ્યું હતું. હોસંગાબાદમાં ઓમ પ્રકાશ પ્રજાપતિ તેમજ તેની પત્ની સીમા પ્રજાપતિ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
જુલાઈ 2015માં શહાજાહપૂરમાં કૃપાલસિંહનું મડર કરવામાં આવ્યું હતું અને આ ગેંગ દ્વારા રાહુલ સંચાણને ગુમ કરવામાં આવ્યો હતો અને હજુ રાહુલ સંચાણ કે જેનો કોઈ હતો નથી. આ કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસમાં ભાગતા ફરતા આરોપી તામરાજને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉત્તર પ્રદેશના નોઈડા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ પોલીસથી બચવા માટે ક્રિશ્ચન ધર્મનો અંગીકાર કર્યો હતો અને પોતાની ઓળખ રાજ સ્ટીફન તરીકે દર્શાવી હતી અને તે કોન્વેન્ટ સ્કૂલમાં કરાર આધારે આઉટસોર્સથી નોકરી કરતો હતો અને આરોપી પોલીસના હાથે પકડાઈ ન જાય એટલા માટે તે આસારામ આશ્રમથી દૂરી બનાવીને રાખતો હતો.
પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી નારાયણ સાઈ અને આસારામનો ખૂબ નજીકનું ભગત ગણાતો હતો અને જ્યા આસારામ તેમ નારાયણ થાય ના તમામ સત્સંગની જગ્યા ઉપર જતો હતો. ઉપરાંત આસારામ જ્યારે જેલમાં હતા ત્યારે અનેક વખત તેમને મળવાનો પણ પ્રયાસ કર્યો હતો અને આસારામ જે જમીન પરથી ચાલીને જેલમાં ગયા હતા તે માટીને પોતાના મસ્તક પર પણ લગાવતો હતો અને આ ભક્તિના કારણે આસારામ અને નારાયણ સાંઈના કેસમાં સાક્ષીઓ પર તે હુમલો કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે
આરોપી તામરાજ દ્વારા વર્ષ 2014-15 દરમિયાન અલગ-અલગ રાજ્યમાં કેટલાક ગુના આચરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2014માં સુરતના ખટોદરામાં વિમલેશ ઠક્કર નામનો યુવક મોટર સાયકલ પર જતો હતો ત્યારે તેના પર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
માર્ચ 2014માં અડાજણ વિસ્તારમાં રાકેશ પટેલ મોટરસાયકલ લઈને જતો હતો ત્યારે પણ તેના પર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. માર્ચ 2014માં ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દિનેશચંદ્ર ભાગચંદાની મોટરસાયકલ પર જતા હતા તે દરમિયાન તેમના પર એસિડ એટેક કરી તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મહત્વની વાત છે કે દિનેશચંદ્રને ત્યાં આરોપીએ બે મહિના નોકરી કરીને તેની કેટલીક અંગત માહિતીઓ પણ મેળવી હતી. આ ઉપરાંત મધ્યપ્રદેશના નર્મદાપુરમ ખાતે ઓમ પ્રકાશ પ્રજાપતિ અને તેની પત્ની સીમા જ્યારે ફોરવીલમાંથી પસાર થતા હતા ત્યારે આરોપીએ 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરી તેમને હત્યા કરવાના પ્રયાસો કર્યા હતા.
બીજી તરફ ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશમાં અખિલ ગુપ્તા કે જે આસારામના રસોઈયા તરીકે કામ કરતો હતો તે અમદાવાદમાં આસારામ વિરુદ્ધ દુષ્કર્મ કેસમાં સાક્ષી હોવાથી આરોપીએ તેના ઘર પાસે બે મહિનો જેટલો સમય ભાડે રૂમ રાખી રેકી કરી હતી અને જાન્યુઆરી 2015માં મુઝફ્ફરનગરમાં સાંજના સમયે અખિલ ગુપ્તા પર ફાયરિંગ કરી તેની હત્યા કરી હતી.
આ ઉપરાંત હરિયાણામાં મહેન્દ્ર ચાવલા આસારામ વિરુદ્ધ મીડિયાને સંબોધન કરતા હતા. તેથી તેને મારી નાખવા માટે તેને દોઢ મહિના જેટલો સમય મહેન્દ્ર ચાવલાના ઘર નજીક ભાડે મકાન રાખ્યું હતું અને મેં 2015માં મહેન્દ્ર ચાવલા પર ફાયરિંગ કર્યું હતું અને તેમની હત્યા કરી હતી.આરોપી છત્તીસગઢ રાયપુરમાં bank of barodaમાં લૂંટ કરવા ગયો હતો. ત્યારે પોલીસની આંખમાં મરચાની ભૂકી નાખી ભાગી ગયો હતો. તો રાયપુરમાં આરોપી સામે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયો છે.
મહારાષ્ટ્રના બુલદાણામાં કિશન ચૌધરી અને નિર્ભય ચૌધરીની લાશ મળી આવી હતી ખુલાસો થયો હતો કે, કિશન ચૌધરી અને નિર્ભયએ આરોપી તામરાજ સાથે મળીને પ્લાન બનાવ્યો હતો કે, આસારામ વિરુદ્ધ કોઈ સાધકની સભા હોય તો તેના સ્ટેજ નીચે બ્લાસ્ટ કરવો અને ત્યારબાદ ભાગી જવું કે બુલદાણામાં બંનેની લાશ મળતા આરોપી મુંબઈથી ભાગી ગયો હતો. ઉપરાંત આરોપી દ્વારા આસારામ વિરુદ્ધના સાક્ષીઓને મારવા માટે 15થી 20 લાખનું ફંડ એકઠું કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એકે 47 અને પિસ્તોલ ઉપરાંત દેશી હાથ બનાવટની ગન મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય