- માથાભારે હુસેન ટલ્લી અને સગરીતો દ્વારા જાહેરમાં હુ*મલો
- હુ*મલા ના CCTV આવ્યા સામે
- સરફરાઝ કાપડીયા પર ચપ્પુ વડે હુ*મલો
સુરત હુસેન ટલ્લી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. ભાગળ સ્થિત બુંદેલવાડ નજીક માથાભારે હુસેન ટલ્લી અને સગરીતો દ્વારા સરફરાઝ કાપડીયા પર હુ*મલો કરવામાં આવ્યો હતો. જે મામલે હુમલાના CCTV સામે આવ્યા છે. રસ્તામાં વાહન અડચણરૂપ હોવા મામલે બબાલ થઇ હતી. જે નજીવી બાબતે ચપ્પુ વડે હુ*મલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે મહિધરપુરા પોલીસે હુસેન ટલ્લી અને સાગરિત વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માથાભારે હુસેન ઉર્ફે ટલ્લી અબ્બાસ દાગીનાવાલા અને તેના સાગરિતો દ્વારા સરા જાહેર યુવક પર ચપ્પુ વડે હુ*મલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ભાગળ સ્થિત બુંદેલવાડ નજીક બની હતી, જ્યાં માત્ર વાહન અડચણ રૂપ મુદ્દે મામલો રક્તરંજીત હુમલામાં ફેરવાઈ ગયો.
હુમલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં હુસેન ટલ્લી અને તેની ગેંગ દ્વારા ઘાતકી રીતે ચપ્પુ વડે હુ*મલો કરતું દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે. આ સમગ્ર ઘટના બાદ 10 દિવસ વીતી ગયા છતાં ટલ્લી ગેંગના સાગરિતો હજુ પોલીસની પકડથી દૂર છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
પ્રાથમિક તપાસ મુજબ, હુસેન ટલ્લી અને એક સાગરિત રસ્તામાં અવરોધરૂપ ઊભા હતા. ત્યારે યુવક સરફરાઝ કાપડીયા ત્યાંથી પસાર થતાં ગેંગ તરફ જોયું, જે ટલ્લી ગેંગને ન ગમ્યું. “શૂ ઘૂરીને જોયું?” તેમ કહી હુસેન ટલ્લીએ તરત જ ચપ્પુ વડે હુ*મલો કર્યો અને સરફરાઝને સરાજાહેર ઘા માર્યા.
સરફરાઝ કાપડીયા પર ચપ્પુનો એક ઘા માર્યો હતો. CCTV ફૂટેજમાં ટલ્લી ગેંગની બેફામ હરકત કેદ થઈ હતી. 10 દિવસ બાદ પણ ગેંગના સાગરિત પોલીસ પકડથી દૂર છે. હાલ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મહિધરપુરા પોલીસે ટલ્લી ગેંગ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી આ ઘટના બાદ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં હુસેન ટલ્લી અને તેના સાગરિત વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે ગુનેગારોની શોધખોળ માટે ટીમો ગોઠવી છે, પરંતુ હજુ સુધી મુખ્ય આરોપીઓ પોલીસના હાથે નથી ચઢ્યા.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય