- રાત્રીના સમયે સુતેલી બાળકીનું અપહરણ કરી આચર્યું દુ*ષ્કર્મ
- બાળકીને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલે ખસેડાઈ
સુરત શહેરને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કોઈ અજાણ્યા ઇસમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ બાળકી રાત્રીના સમયે તેની માતા પાસે સુતી હતી ત્યારે કોઈ અજાણ્યા ઇસમેં આવીને બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ બાળકીને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઇ કતારગામ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના કાફલોએ ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની મળતી માહિતી મુજબ, સુરતના કતારગામ વિસ્તારમાં છ વર્ષની બાળકી મહાનગરપાલિકાના ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ખાતે પોતાના પરિવાર સાથે સૂઈ રહી હતી. રાત્રિના એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને તેને ઊંચકીને લઈ ગયો હતો. ચાર્જિંગ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂરના મહાનગરપાલિકા સંચાલિત કોમ્પ્લેક્સ-ગ્રાઉન્ડમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પ્રથમ આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપી અને ત્યારબાદ કુકર્મ કર્યું હતું. દુષ્કર્મ બાદ આરોપી બાળકીને ફરી પાછી ચાર્જિંગ સ્ટેશન નજીક મૂકી ગયો હતો. બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે જઈને ફરી સૂઈ ગઈ હતી.
15 માર્ચની સવારે જ્યારે માતા જાગી ત્યારે બાળકી લોહીલુહાણ હાલતમાં હતી. માતાએ જ્યારે પૂછપરછ કરી ત્યારે બાળકીના શબ્દો સાંભળી માતા પણ શોકમાં પડી ગઈ હતી. બાળકીએ માતાને કહ્યુ કે, ‘કોઈ કાકા મને લઈ ગયા હતા…’ બાદમાં માતા-પિતા તરત જ બાળકીને લઈને સ્મીમેર હોસ્પિટલ દોડી ગયા હતાં, જ્યાં તબીબોએ બાળકીની હાલત જોઈને પોલીસને જાણ કરી હતી. હાલમાં બાળકીના સાવકા પિતા દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ તપાસમાં લોકલ પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ ગઈ છે.
બાળકીએ આરોપીના ચહેરાનું વર્ણન કર્યું છેઃ CP આ મામલે ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું હતું કે, 14 માર્ચની મોડી રાતથી 15 માર્ચની વચ્ચે પાંચથી છ વર્ષની બાળકી સાથે અજાણ્યા શખસે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની તમામ ટીમો આરોપીની શોધખોળમાં લાગી છે. પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્ચ અને સીસીટીવીની મદદથી તપાસ કરી રહી છે.
બાળકી ફુટપાથ પર ઈવી ચાર્જિંગ સ્ટેશન પાસે માતા અને ભાઈ-બહેનો સાથે સૂતી હતી, ત્યારે આરોપીને તેને ઉઠાવી ગયો હતો. આરોપી દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને પરત તેજ જગ્યાએ મૂકી ગયાનું તેની માતાએ જણાવ્યું હતું. બાળકીની હાલત હાલમાં સામાન્ય છે અને તે વાતચીત પણ કરી રહી છે. પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
3 દિવસ પહેલાં ગેંગરેપ વિથ લૂંટની ઘટની બની હતી 12 માર્ચ 2025ના સુરતના ઉત્રાણ વિસ્તારમાં એક ગેંગરેપ વિથ લૂંટની ઘટના સામે આવી હતી. જેમાં મહિલા તેના 3.5 વર્ષના બાળક સાથે પાલીતાણાથી મહારાષ્ટ્ર ટ્રેનમાં જઈ રહી હતી. તે દરમિયાન અમદાવાદથી એક યુવક પરિવાર સાથે તેના પતિને જાણતો હોવાનું કહીને તેની સાથે જ આવી રહ્યો હતો. સુરત ખાતે આવી આરોપી યુવક દ્વારા યુવતીને ઉધના રેલવે સ્ટેશને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવી હતી. ઉધના સ્ટેશનથી 10 કિમી દૂર ઉત્રાણ વિસ્તારની અવાવરૂ જગ્યાએ લઈ જઈ આરોપીએ તેના બાળકની સામે જ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ અન્ય એક ઓડિશાના શખસે દુષ્કર્મ આચર્યું હતું.
જોકે, એક વ્યક્તિ પોતાના પાલતું શ્વાનને લઈ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે આ મહિલાને નિર્વસ્ત્ર હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ દ્વારા અર્ધ બેભાન હાલતમાં મળી આવતા હોસ્પિટલ ખસેડાઈ હતી. આ અંગે યુવતીએ પોતાની સાથે થયેલી ઘટનાની આપવતી જણાવતા આખો મામલો સામે આવ્યો હતો. આ મામલે ઉત્રાણ પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય