- સારવાર લઈ રહેલા બાળકને લઈ માતા અને અન્ય યુવક ફરાર !!
- સમગ્ર મામલે પોલીસને જાણ કરાઇ
- બાળક તેમજ યુવકની શોધખોળ હાથ ધરાઇ
સુરતની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલના તબીબો જે બાળકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેને લઈને માતા અને તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા માતા મળી આવી હતી. જ્યારે તેનો મિત્ર બાળક લઈને ફરાર થઈ ગયો હતો. સિવિલ હોસ્પિટલ બાળકને બચાવવાનો પ્રયત્ન કરી રહી ત્યારે માતા ગંભીર હાલતમાં બાળકને લઈને મિત્ર સાથે ભાગી ગઈ હતી. હાલ મહિલા મળી આવેલ છે. તેમજ બાળક અને અન્ય યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
અનુસાર માહિતી મુજબ, સુરતની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલના તબીબો જે બાળકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેને લઈને માતા અને તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા માતા મળી આવી હતી. જ્યારે તેનો મિત્ર બાળક લઈને ફરાર થઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલે બાળકને બચાવવા માનવતા દાખવી હતી જોકે માતા માનવતા ભૂલી ગઈ હતી અને ગંભીર હાલતમાં બાળકને લઈને મિત્ર સાથે ભાગી ગઈ હતી.
સુરત સિવિલ હોસ્પિટલમાં ગત જાન્યુઆરી મહિનામાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. જન્મથી જ બાળકની ગંભીર હાલત હતી. જેથી તેમને ફરી સુરત સિવિલ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેમનો પતિ અને અન્ય એક પરિચિત યુવક સાથે હતો. બાળકને સ્તનપાન કરાવવા માટે આઈ સી યુ માંથી માતા પાસે બહાર લઈ જવામાં આવતું હતું. દરમિયાન છ દિવસની સારવાર બાદ ગતરોજ સવારે પહેલા મહિલા અને ત્યારબાદ યુવક બાળકને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી.
ડો. જિગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે, 15 જાન્યુઆરીના રોજ મહિલાએ બાળકને સિવિલમાં જન્મ આપ્યો હતો. બાળકને જન્મથી જ બીમારીઓ હતી. જેથી તેની ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ કરતા શ્વાસ લેવામાં તકલીફ, હૃદયમાં કાણું અને પાછળના ભાગે એક ગાંઠ હતી. આ તમામ ગંભીર બાબત હતી. જેથી પાંચ દિવસ જરૂરી સારવાર આપી પરિવારના જણાવતા રજા આપવામાં આવી હતી. આ બાળકને 23 દિવસ બાદ 7 ફેબ્રુઆરીના રોજ ફરી તેમને સિવિલના તંત્ર દ્વારા બોલાવવામાં આવ્યા હતા.
બાળકને જે ગંભીર બીમારીઓ હતી તેને વધુ સારવાર આપવા માટે તમામ પ્રકારના ટેસ્ટ કરાવામાં આવ્યા હતા. માતા સીધા ઘરેથી સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. તેમના રહેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકની હાલત જોતા ICUમાં જ રાખવામાં આવ્યું હતું. બાળક સાથે માતા-પિતા અને અન્ય એક વ્યકિત પણ સાથે આવ્યો હતો. જેની ઓળખ નજીકના સગા તરીકે આપવામાં આવી હતી. પાંચથી સાત દિવસ આ બાળક અહીં રહ્યું હતું. આ દરમિયાન માતા અને બાળક પાસે આ નજીકનો યુવક પિતાની હાજરી અને ગેરહાજરીમાં જતો હતો.
બાળકને સ્તનપાન કરાવવા માટે આઈસીયુમાંથી બાળકને લઈને માતાને બહાર પણ આપવામાં આવતું હતું. જેમાં આ યુવક પણ બાળક લેવા આવતો હતો. મોટાભાગે પતિ હાજર ન રહેતો અને નજીકનો સંબંધી એવો યુવક જ સાથે રહેતો હતો. ગત રોજ સવારે સાડા પાંચ વાગ્યે બાળકને સ્તનપાન કરાવવા માટે યુવક બાળકની માતા પાસે લઈને ગયો હતો. આ એક થોડા દિવસનો નિત્યક્રમ થઈ ગયો હતો. જેથી ડોક્ટર કે નર્સિંગ સ્ટાફ માટે અજુગતું થયું હોય તેવું લાગતું ન હતું. જોકે, બાળકને આપ્યા બાદ બેથી અઢી કલાકનો સમય વિતી ગયો હોવાથી પરત ન આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી.
બાળક તેની જગ્યા પર હાજર ન હોવાથી અને પરિવાર પણ ન હોવાથી સિક્યોરિટીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળક અને પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે, વધુ બે કે ત્રણ કલાક બાદ પણ કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ બાળકને લઈને નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આરએમઓ સહિતને જાણ કરી પોલીસની કાર્યવાહી પૂર્ણ કરી હતી. બાળકને પિતાને પણ બોલાવી લેવામાં આવ્યા હતા. આ બાબતે તેમને પણ જાણ કરી હતી. આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે.
સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા બાળકને બચાવવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા. બાળકની હાલત ગંભીર હોવાથી ફરી સિવિલ બોલાવી સારવાર શરૂ કરી હતી. 6 દિવસમાં તમામ પ્રકારના ટેસ્ટ અને જોઈએ તે તમામ સારવાર આપવામાં આવી હતી. માતા અને બાળકની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. સિવિલના તબીબોએ બાળક માટે માતાનું ધાવણ મહત્વનું હોવાથી સ્તનપાન કરાવવા પણ આપતા હતા. જોકે, માતા માનવતા ભૂલીને બાળકને લઈને તેના મિત્ર સાથે ફરાર થઈ ગઈ હતી.
સુરત સિવિલ હોસ્પિટલના સીસીટીવીમાં માતા યુવક બાળકને લઈને ભાગતા હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયું છે. પહેલા મહિલા ભાગે છે અને ત્યારબાદ બાળકને લઈને યુવક ફરાર થઈ જાય છે. આ સાથે જ સિવિલથી નીકલ્યા બાદ ત્રણેય સિરત રેલવે સ્ટેન પહોંચ્યા હતા. જ્યાંથી ટ્રેનમાં પણ બેસી ગયા હતા. જોકે, ત્યારબાદ મહિલા એકલી ટ્રેનમાંથી ઉતરી જાય છે અને તેના પછી યુવક પણ ટ્રેનમાંથી ઉતરી જાય છે. જોકે, હજુ સુધી બાળકને યુવકને પત્તો લાગ્યો નથી. જ્યારે મહિલા મળી આવી છે.
ખટોદરા પોલીસના જણાવ્યા પ્રમાણે, મહિલા, યુવક અને બાળકની શોધખોળ કરવામાં આવી રહી હતી. સીસીટીવી આધારે તપાસ કરતા ત્રણેય સુરત રેલ્વે સ્ટેશન ખાતે હોવાની જાણ થઈ હતી. રેલવે સ્ટેશન ખાતેથી મહિલા મળી આવી હતી. મહિલાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, પતિ સાથે ઝઘડો થતો હતો અને સારવાર દરમિયાન પણ પતિ સાથે રહેતો ન હતો. જેથી બાળકને લઈને યુવક સાથે ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વધુ બે સંતાનોનું શું થશે તે વિચારે ટ્રેનમાંથી ઉતરી ગઈ હતી. હાલ યુવક અને બાળકની શોધખોળ ચાલી રહી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય