• ફટાકડા સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કર્યું
  • દિવાળીની શુભેચ્છા કેવી રીતે આપવી તે માટે પણ બાળકોને માહિતગાર કર્યા

સુરત શહેરમાં દિવાળીનો માહોલ ઉત્સાહ અને આનંદથી છવાયેલો જોવા મળી રહ્યો છે. બજારોમાં પણ ખરીદીની ભીડ જોવા મળી રહી છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ સૌ કોઈ દિવાળીની શુભેચ્છાઓ એકબીજાને પાઠવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સુરતના મજુરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વિસ્તારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. પોતાના વિસ્તારના બાળકોને મળવા પહોંચ્યા હતા અને ત્યાં તેમને ફટાકડા સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કર્યું હતું. તેમજ દિવાળીની શુભેચ્છા કેવી રીતે આપવી તે માટે પણ તેમને માહિતગાર કર્યા હતા. ખાસ કરીને હેપ્પી દિવાલી બોલવાને બદલે દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ કહીને શુભેચ્છા પાઠવવાનો આગ્રહ કર્યો હતો.

દિવાળીના તહેવારની બાળકો ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. ખાસ કરીને ફટાકડા ફોડવાની તેમની ઈચ્છા સૌ કોઈ જાણે છે. દિવાળીની શરૂઆત કરતા રાજ્ય ગૃહમંત્રીએ પોતાના વિસ્તારના બાળકોને મળવા પહોંચ્યા હતા અને ત્યાં તેમને ફટાકડા સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કર્યું હતું. તેમજ દિવાળીની શુભેચ્છા કેવી રીતે આપવી તે માટે પણ તેમને માહિતગાર કર્યા હતા. ખાસ કરીને હેપ્પી દિવાલી બોલવાને બદલે દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ કહીને શુભેચ્છા પાઠવવાનો આગ્રહ કર્યો હતો. તેમજ હેપ્પી ન્યુ યરને બદલે નૂતન વર્ષાભિનંદન કહેવાનું શીખડાવ્યું હતું.

આ સાથે હર્ષ સંઘવીએ ગુજરાતના તમામ લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, આપણે સૌએ એક સંકલ્પ કરવો જોઈએ કે, જે રીતે આપણા પરિવારની દિવાળી ખૂબ સારી રીતે આપણે ઉજવણી કરી રહ્યા છીએ તેવી જ રીતે આપણી સોસાયટીના આપણા ઘરની આસપાસના કે આપણી સાથે જોડાયેલા નાનામાં નાના માણસની પણ દિવાળી સુધરે તેવા પ્રયાસ કરવા જોઈએ. તેના ચહેરા ઉપર સ્મિત આવે અને તેને પારિવારિક ભાવ દેખાય તે પ્રકારે તેની સાથે રહીને શક્ય તેટલી તેને આર્થિક તેમજ અન્ય મદદ કરીને પણ દિવાળીની ઉજવણી કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સંકલ્પ સાથે આગળ વધીએ તો આપણા પરિવારની સાથે આપણા શેરી-મહોલાના, આપણા શહેરના અને આપણા રાજ્યના તમામ લોકોની દિવાળી સુધરી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.