સુરત: આંત્રોલી ગામની સીમમાં દારૂની મોટી રેડ, લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે

દેશમાં ચાલી રહેલી મહામારી નાથવા ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં રાત્રી કર્ફયુ, સાથે દિવસે મીની લોકડાઉન લગાવામાં આવ્યું છે. આ બધાની વચ્ચે બુટલેગરો ચાલતા તેના દારૂના ધંધામાં કોઈ ફર્ક પડ્યો નથી. ગઈ કાલે ચોટીલા નજીક પોલીસે દારૂ પકડ્યો હતો, તો તેવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે.


સુરત કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આંત્રોલી ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ નુ કટીંગ પકડાયુ છે. સ્ટેટ મોનીટરીંગ સેલના પો.ઇન્સ ડી.ડી. શીમ્પી અને ટીમ દ્વારા સુરત ગ્રામ્યની સૌથી મોટી રેડ પાડવામાં આવી. આ રેડમાં પોલીસ બળ ઓછું હોવાથી એક બુટલેગર પકડાય ગયો, અને બાકીના આઠ બુટલેગરો અંધારાનો લાભ લઈ નાસી ગયા જતા.


રમઝાન ઈદના તહેવાર નિમિત્તે લવાયેલો વિદેશી દારૂ પકડી પાડી સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરી વખાણવા લાયક છે. આ રેડમાં ટ્રક તથા છ લકઝયુરીયસ ગાડીમાં દારુનુ કટીંગ પકડી પાડ્યું હતું. ભારતીય બનાવટ નો વિદેશી દારૂ,બીયર નંગ 18000 તથા વાહન,મોબાઇલ મળી કુલ રૂ.65,00,000/- મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
આ સાથે જે આઠ બુટલેગરો નાસી ગયા તે અને, છ જપ્ત કરેલા વાહન માલીકોને વોન્ટેડ જાહેર કર્યા છે.