Abtak Media Google News

કતારગામ પોલીસ મથકથી એક કિમીના એરિયામાં બુધવારે મોડી સાંજે કરોડોના હીરાની લૂંટ થઇ હતી. અનાથ આશ્રમ ગોધાણી સર્કલ પાસે સેફ ડિપોઝીટ વોલ્ટમાં ગ્લો સ્ટાર ડાયમંડનો મેનેજર અને અન્ય કર્મીઓ કારમાં કરોડોના 2200 કેરેટના સોલીટેર મૂકવા જતા હતા. દરમિયાન ફાયરિંગ કરી લૂંટની ઘટના બની હતી. જેમાં પોલીસે ટીમો ગોઠવીને તપાસ કરતાં બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અને મુદ્દામાલ કબ્જે કર્યો હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું હતું.

મુદ્દામાલ કબ્જે કરાયોઃ કમિશનર

પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું કે,અડાજણ વિસ્તારમાં રહેતા બે આરોપીઓ જે મૂળ ઉતરપ્રદેશના વતની છે. તેમની વિવિધ ટીમો ગોઠવીને ભાળ મેળવી હતી. અને હીરાના મુદ્દા માલ ઝડપી પાડ્યાં છે. જે ફરિયાદીએ પણ ઓળખ કરી બતાવ્યાં છે. સમગ્ર કેસમાં હાલ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું કમિશનરે વધુમાં ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.