- જર્જરિત એપાર્ટમેન્ટનો ભાગ થયો ધરાશાયી
- 9 વર્ષથી પાલિકા નક્કર પગલાંને બદલે આપતી નોટિસ
- સદનસીબે કોઈ જાનહાનિ નહિ
સુરતમાં ફરી એકવાર મહાનગરપાલિકાની બેદરકારીનો વરવો નમૂનો સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા એલઆઈજી એપાર્ટમેન્ટના બિલ્ડીંગનો એક તરફનો ભાગ ધરાશાયી થયો છે. ગ્રાઉન્ડ પ્લસ 3 માળના આ બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થતાં ફરી એકવાર લોકોના જીવ જોખમમાં મૂકાયા હતાં. જો કે, સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ સર્જાઈ નથી. સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડે કહ્યું કે, બિલ્ડીંગના બાથરૂમ તરફનો ભાગ ધરાશાયી થયો છે. જેથી કોઈ જાનહાનિ સર્જાઈ નથી. 7 જેટલા પરિવાર આ ફ્લેટમાં રહેતા હતાં. તમામને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યાં છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સુરતમાં ફરી એકવાર મહાનગરપાલિકાની બેદરકારીનો વરવો નમૂનો સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા એલઆઈજી એપાર્ટમેન્ટના બિલ્ડીંગનો એક તરફનો ભાગ ધરાશાયી થયો છે. ગ્રાઉન્ડ પ્લસ 3 માળના આ બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થતાં ફરી એકવાર લોકોના જીવ જોખમમાં મૂકાયા હતાં. જો કે, સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ સર્જાઈ નથી.
પાલિકા દ્વારા નોટિસ અપાઈ હતી
પાંડેસરા વિસ્તારમાં એલઆઈજી બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. બ્લોક નંબર 303નો પાછળનો ભાગ થયો ધરાશાયી થઈ હતી. 7 જેટલા પરિવાર આ બિલ્ડિંગમાં રહેતા હતા. 2016 થી પાલિકા દ્વારા બિલ્ડીંગ ખાલી કરાવા નોટિસ આપવામાં આવી હતી. 2016 થી 2025 સુધી હાઉસિંગ સોસાયટી દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. એલઆઈજી 540માં આશરે 2080 ફ્લેટને પાલિકા દ્વારા ફ્લેટ ખાલી કરાવવાની નોટિસ આપવામાં આવી હતી.
ઘણીવખત રજૂઆત કરાઈ હતી
વોર્ડ નંબર 28 ના નગરસેવકો અને ઉધના વિસ્તારના ધારાસભ્ય દ્વારા અનેકવાર લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી. સ્થાનિક લોકો દ્વારા જળ શક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ, ધારાસભ્યને પણ મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
કોઈ જાનહાનિ નહી
સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડે કહ્યું કે, બિલ્ડીંગના બાથરૂમ તરફનો ભાગ ધરાશાયી થયો છે. જેથી કોઈ જાનહાનિ સર્જાઈ નથી. 7 જેટલા પરિવાર આ ફ્લેટમાં રહેતા હતાં. તમામને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યાં છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય