Abtak Media Google News

ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં  ચૂંટણી ફરજમાં રોકાયેલ હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય માટે પોસ્ટલ બેલેટ પેપરથી પોતાનો મત આપી શકે તે માટે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુવિધા ઉભી કરવામાં આવી હતી. આગામી ૧લી ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને મતદાન યોજાનાર છે, ત્યારે અઠવાલાઈન્સના સુરત શહેર પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ફેસીલીટેશન સેન્ટરમાં સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકમાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Screenshot 1 46

જેમાં સુરતની ૧૬ વિધાનસભા પૈકી ઓલપાડ, માંગરોળ, કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્વિમ, ચોર્યાસી અને મહુવા વિધાનસભાના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ અઠવાલાઈન્સના પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે તા.૨૩/૧૧/૨૦૨૨ ના રોજ સવારના ૯ કલાકથી સાંજના ૫ કલાક સુધી દરમિયાન ફેસીલીટેશન સેન્ટર ખાતે મતદાન કરવામાં આવ્યું હતું.

Screenshot 8 14

મતદાનના અવસરે પોસ્ટલ બેલેટ પેપર દ્વારા પોલીસ શાખાના ઉચ્ચ અધિકારીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથો સાથ સુરત ડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ શાખા, પોલીસ હેડ ક્વાર્ટરના પોલીસ અધિકારી/કર્મચારીના સ્ટાફે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.