- ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ વિસ્તારના 20 થી 25 અસામાજિક તત્વો વિરુદ્ધ કરાઈ કાર્યવાહી
- પોલીસ દ્વારા તમામને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી આરોપીઓને કાયદા નું ભાન કરાવ્યું
અસામાજિક તત્વો વિરુદ્ધ સુરત પોલીસની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા સોશીયલ મીડિયામાં રોફ જમાવતા અસામાજિક તત્વોના એકાઉન્ટ ડીલીટ કરાવ્યા હતા. શહેર પોલીસ દ્વારા 1300 જેટલા ક્રિમિનલોનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ વિસ્તારના 20 થી 25 અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા તમામ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી કાયદાનું ભાન કરાવી કડક સૂચના આપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા 25 જેટલા અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું હતું.
સુરતમાં સોશિયલ મીડિયામાં ભાઈ, ડોન અથવા ગેંગસ્ટર તરીકે પોતાની છબી ઉભી કરતા અસામાજિક તત્વો પર સુરત ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી શરૂ કરી છે. ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) વિકાસ સહાયની સૂચના બાદ, રાજ્યભરના અસામાજિક તત્વોની યાદી બનાવવાની કામગીરી તેજ બનતી જાય છે. ત્યાર્વ સુરત ક્રાઇમ બ્રાન્ચે 1,300 ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા શખ્સોની યાદી બનાવી છે, જેમાંથી 25 રીલબાજ અસામાજિક તત્વોને આજે બોલાવી, તેમની ઈન્સ્ટાગ્રામ ID પરમેનેન્ટ ડિલીટ કરાવી દેવામાં આવી છે. આ શખ્સો માત્ર ગુનાખોરી જ નહીં, પણ સોશિયલ મીડિયા પર પોતાની રીલ મૂકીને ગેંગસ્ટર, ભાઈ અને ડોનની ઇમેજ ઊભી કરી રહ્યા હતા.
સુરત ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, આ તત્વો લોકોમાં ડર ફેલાવવા માટે પોતાની ગેંગસ્ટર શખ્સિયત ઊભી કરવા માટે રીલ્સ બનાવતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા. આ રીલ્સમાં હથિયારો, ધમકીભર્યા સંદેશા અને ગેંગ વોર્નિંગ્સ પણ જોવા મળતા હતા. હવે, સુરત ક્રાઇમ બ્રાન્ચે આવા શખ્સોની ઓળખ કરી, તેમની ઈન્સ્ટાગ્રામ IDઓને હમેશા માટે ડિલીટ કરાવી દીધી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય