Abtak Media Google News

સચિન જીઆઇડીસીમાં કેમિકલની ફેક્ટરી માંથી 54 બોરી યુરિયા ખાતર સાથે એકની અટકાયત,541 ખાલી થેલીઓ મળી આવતા મહાકાય કૌભાંડ ની આશંકા સામે પોલીસે. ફરિયાદનોધી શરૂ કર્યો, તપાસનો ધમધમાટ

ખેડૂતો અને ખેતી માટે સંજીવની જેવા યુરિયા ના ઔદ્યોગિક ગેરઉપયોગ અટકાવવા માટે આકરા નિયમોની સાથે સાથે “નીમકોટેડ યુરિયા” અને હવે પ્રવાહી યુરીયા નિટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવે છે. છતાં યુરિયાના ઔદ્યોગિક અને આરોગ્ય માટે જોખમી ઉપયોગો કાબુમાં આવતા ન હોય તેમ આજે સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં કેમિકલ ના કારખાનામાંથી યુરિયાની 54 થેલીઓ સાથે એક વ્યક્તિ ઝડપાયો હતો  અને શરૂ થયેલી તપાસમાં 500થી વધુ યુરિયાની ખાલી થેલીઓ મળી આવતા ખેડૂતોની સબસીડી વાળી યુરીયા ની થેલીઓ ઔદ્યોગિક વપરાશ માટે વેચી મારવાના કૌભાંડનો પરદાફાસ થયો છે.

સુરતની સચીન જીઆઇડીસીમાં ખેડૂતોની સબસીડી યુક્ત યુરિયાની થેલીઓ ઉદ્યોગિક વપરાશ માટે સપ્લાય કરવામાં આવતી હોવાની બાતમીના આધારે થયેલી તપાસમાં કેમિકલના એક કારખાનામાંથી 54 થેલીઓ મળી આવી હતી. આ અંગે ખેતી નિયામક એ હિમાંશુ મુકેશ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવતા પાંડેસરા અને પલસાણામાં કેમિકલ ના કારખાનાઓમાં યુરિયા સપ્લાય કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે સબસીડી વાળા યુરિયા ખાતર ઉદ્યોગોને પધરાવવાના કથિત કૌભાંડ અંગે

અંગે હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં સચિન  જીઆઇડીસી માંથી 54 યુરિયા ભરેલી થેલીઓ મળી આવી હતી ત્યારે વધુ તપાસ કરતા અલગ અલગ કેમિકલ ના કારખાનાઓમાંથી 541 જેટલી ખાલી થેલીઓ મળી આવતા આ કૌભાંડ વિશાળ માત્રામાં અને લાંબા સમયથી ચાલતું હોવાની આશંકાને પગલે પોલીસે તપાસ હાથ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.