- કાપોદ્રા પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો
- 3.75લાખની કિમતના 35 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરાયા
- PI એમ.બી ઔસુરાના હસ્તે મૂળ માલિકોને ફોન પરત કરાયા
સુરત શહેરમાં કાપોદ્રા પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા લોકોના ગુમ થયેલા, પડી ગયેલા, ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા 3.75 લાખની કિમતના 35 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.કાપોદ્રા પોલીસ મથકના PI એમ.બી ઔસુરાના હસ્તે મૂળ માલિકોને તેમના મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા હતા અને પોતાની વસ્તુઓ પરત મળી રહેતા લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.
સુરતના કાપોદ્રા પોલીસ મથક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 3.65 લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
સુરતના કાપોદ્રા પોલીસ મથક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા અલગ અલગ ગુનાઓના ભેદ ઉકેલી પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો અને આ મુદ્દામાલ તેઓના મૂળ માલિકને ઝડપથી પરત મળે તે હેતુથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કામરેજ પોલીસ દ્વારા દાખલ થયેલા અલગ અલગ ગુનાઓ તથા અન્ય કામે કબ્જે કરેલા 3.65 લાખની કિંમતના 35 મોબાઈલ સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સુરત જિલ્લામાં વિવિધ પોલીસ દ્વારા પણ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં લાખોનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ તેઓના મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો. હાલ સુરતના કાપોદ્રા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં પોલીસે ખોવાયેલ, ચોરી થયેલ અને પડી ગયેલ મોબાઈલ સહિત 35 જેટલાં મોબાઈલ શોધી કાઢ્યા હતા. પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કરી મોબાઈલ પરત કર્યા છે.