- SOG પોલીસે ઇ-સિગરેટનું ગેરકાયદેસર વેચાણ કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા
- રૂ.1,07,00,000થી વધુના મુદ્દામાલ સાથે આરોપી મંથન શાહ અને જનક પટેલની ધરપકડ કરી
- આરોપી મંથન શાહ દોઢેક વર્ષ પહેલા દિલ્હીથી લાવ્યો હતો ઇ-સિગરેટનો જથ્થો
- આરોપીએ અડધો મુદ્દામાલ તેના મિત્ર જનક પટેલને કમિશનથી વેચવા માટે આપ્યો
- પોલીસે અલગ-અલગ કંપનીની ફ્લેવર્સની ઇ-સિગારેટ, પોર્ડ્સ, ઇ-સિગારેટની કોઈલ કબ્જે કરી
સુરતમાં SOG પોલીસે અડાજણ અને પાલ વિસ્તારમા ઇ-સિગરેટનું ગેરકાયદેસર વેચાણ કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે એક કરોડ સાત લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપી મંથન શાહ અને જનક પટેલની ધરપકડ કરી છે પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યુ હતું કે મંથન શાહ આજથી દોઢેક વર્ષ પહેલા દિલ્હી ખાતેથી કોઈ અજાણ્યા ઈસમ પાસેથી ઇ-સિગરેટનો જથ્થો લાવ્યો હતો. જેમાંથી અડધો મુદ્દામાલ તેના મિત્ર જનક પટેલને કમિશનથી વેચવા માટે આપ્યો હતો.હાલ પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીની ફ્લેવર્સની ઇ સિગારેટ, પોર્ડ્સ, ઇ સિગારેટની કોઈલ કબ્જે કરી છે પકડાયેલ આરોપી મંથન શાહ વિરુદ્ધ અગાઉ પણ અડાજણ પોલીસ મથકમાં 16 લાખથી વધુ ની સિગરેટના જથ્થા સાથે ધરપકડ થઈ ચૂકી છે
અનુસાર માહિતી દરમિયાન, સુરત શહેર SOG પોલીસે અડાજણ અને પાલ વિસ્તારમા ઇ-સિગરેટનું ગેરકાયદેસર વેચાણ કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે એક કરોડ સાત લાખથી વધુનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી ઝડપી પાડ્યો છે..
આ અંગે DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે સુરત શહેરમાં પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વેપારીઓ ઇ સિગરેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની સિગરેટ અને ઇ-હુકાનું વેચાણ કરતા હોવાની તપાસ સુરત શહેર SOG પોલીસ સતત કરતી હોય છે. ત્યારે SOG પોલીસની ટીમને બાતમી મળી હતી કે અડાજણ ભુલકા ભવન સ્કૂલની સામે એક કોમ્પ્લેક્સમાં અને પાલનપુર ગામમાં પેલેસ ફ્લેટમાં ગેરકાયદેસર ઇ-સિગરેટનો મોટો જથ્થો સંગ્રહ કરેલો છે.
જેથી પોલીસે અડાજણ ભૂલકા ભવન સ્કૂલની સામે આવેલ મહાન ટેરેસ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર 904 માંથી તેમજ સુરત પાલનપુર ગામ કોરલ પેલેસ ફ્લેટ નંબર 404 માં દરોડા પાડી એક કરોડ 7,00,000 થી વધુનો ઈ-સિગરેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મંથન શાહ અને જનક પટેલની ધરપકડ કરી છે. તેમજ પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યુ હતું કે મંથન શાહ આજથી દોઢેક વર્ષ પહેલા દિલ્હી ખાતેથી કોઈ અજાણ્યા ઈસમ પાસેથી આ ઇ-સિગરેટનો જથ્થો લાવ્યો હતો. જેમાંથી અડધો મુદ્દા માલ તેના મિત્ર જનક પટેલને કમિશનથી વેચવા માટે આપ્યો હતો. ત્યારે હાલ પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીની ફ્લેવર્સની ઇ- સિગારેટ, પોર્ડ્સ , ઇ-સિગારેટની કોઈલ કબ્જે કરી છે. આ ઉપરાંત પકડાયેલ આરોપી મંથન શાહ વિરુદ્ધ અગાઉ પણ અડાજણ પોલીસ મથકમાં 16 લાખ થી વધુ ની સિગરેટના જથ્થા સાથે ધરપકડ થઈ ચૂકી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય