- વરાછા હનીટ્રેપ ગેંગની ધરપકડ
- હનીટ્રેપમાં ફસાવી પરણિત વ્યક્તિને મરવા મજબૂર કરનાર ટોળકી ઝડપાઈ
- પોલીસે નયના ભરત ઝાલા અને નયના હનાભાઈ ઝાલા બંને દંપતીઓની કરી ધરપકડ
સુરતના વરાછા હનીટ્રેપમાં ફસાવી પરણિત વ્યક્તિને મરવા મજબૂર કરનાર આરોપીઓને તારાપુર નજીકથી ઝડપ્યા હતા. આ દરમિયાન વરાછા પોલીસે 2 મહિલા અને 2 પુરુષની ધરપકડ કરી હતી. પોલીસે તેમજ ટ્રાવેલ્સ બસમાંથી વતન ભાગી જાય એ પહેલાં ઝડપી પાડયા હતા. ઝડપાયેલ આરોપી નયના ભરત ઝાલા અને નયના હનાભાઈ ઝાલા બંને દંપતીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરતમાં હનીટ્રેપ મામલે 4 સભ્યોની ગેંગને પોલીસે ઝડપી પાડી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં હનીટ્રેપ ગેંગની ધરપકડ કરવામાં આવી છે. હનીટ્રેપમાં ફસાવી પરણિત વ્યક્તિને મરવા મજબૂર કરનાર ટોળકી આખરે પકડાઈ ગઈ છે. આ મામલે વરાછા પોલીસે ૪ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં ૨ મહિલા અને ૨ પુરુષને ઝડપી પાડ્યા છે.
આ ટોળકીએ પરણિત પુરુષને પોતાની જાળમાં ફસાવ્યો અને તેની પાસે રુ. 5 લાખની ખંડણીની માંગ કરી હતી. આખરે ભોગ બનનાર યુવકે તાપીમાં નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. જેને પગલે યુવકના પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે વરાછા પોલીસે એક્સટોર્શન સહિતના ગુના નોંધી તપાસ હાથ ધરી હતી.
વરાછા પોલીસે હનીટ્રેપના ફરાર આરોપીઓને તારાપુર નજીકથી ઝડપી પાડ્યા છે. ટ્રાવેલ્સ બસમાંથી વતન ભાગી જાય એ પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડયા છે. જેમાં નયનાબેન ભરતભાઈ ઝાલા, ભરતભાઇ ઝાલા, નયનાબેન હનાભાઇ ઝાલા તેમજ હનાભાઇ ઉર્ફે હનુભાઇ ઝાલાની ધરપકડ થઈ છે. આ તમામ મુળ ભાવનગરના છે અને સુરતમાં રહે છે. જો કે, પોલીસે તમામને ઝડપી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય