Abtak Media Google News

કોરોના સામેની વૈશ્વિક મહામારીની લડાઈમાં હાલ રસીકરણ અને નિયમ પાલન જ અસરકારક ઉપાય સમાન મનાઈ રહ્યું છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં જેમ બને તેમ વધુ રસીકરણ અભિયાનને આગળ ધપાવવા પર ભાર મુકાયો છે. રસીકરણ ઝુંબેશ વધુ તેજ બનતા ડોઝનું ઉત્પાદન વધારવુ અનિવાર્ય બન્યું છે. ત્યારે હવે રસીના ઉત્પાદનમાં કેડીલા ઉપરાંત હવે ગુજરાતમાં ભારત બાયોટેક પણ ઝંપલાવશે.

સુરતના અંકલેશ્વરમાં ભારત બાયોટેકની રસી કોવેક્સિનનું ઉત્પાદન થશે. આ માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા જણાવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટમાં લખ્યું છે કે મોદી સરકારે “સબકો વેક્સિન, મુફ્ત વેક્સિન” એટલે કે બધાને રસી, મફતમાં રસી લક્ષ્યાંક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન માટે આ નિર્ણય મહત્વ પૂર્ણ સાબિત થશે. તેમજ સુરતના અંકલેશ્વરમાં રસીનું ઉત્પાદન શરૂ થતાં રસીની ઉપલબ્ધતામાં વધારો થશે તેમજ વિશ્વના સૌથી મોટા એવા ભારતના રસીકરણના અભિયાનને વધુ વેગ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.