Abtak Media Google News

પ્રતિ વર્ષ 269916 કિલો કાર્બનનું ઉત્સર્જન પણ દૂર થયું

સુરત જિલ્લાના ઓલપાડમાં આવેલુ ભાંડુત ગામ હવે 100% સોલાર પંપ સંચાલિત બની ગયું છે. ગામની 688 વીઘા ખેતીની જમીન પર અદાણી ફાઉન્ડેશન દ્વારા 5-એચપીનાપંદર પંપનીસુવિધા અપાતાજમીન સિંચાઈયુક્તબની છે. પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ મોડલને દર્શાવતી આ પહેલ સંપૂર્ણ રીતે અમલમાં છે. ગ્રામ પંચાયત અને અદાણી ફાઉન્ડેશન સરકારના સિંચાઈ વિભાગના માર્ગદર્શન સાથે મળીને બે વર્ષમાં ડીઝલથી સૌર ઉર્જાથી ચાલતા પંપમાં રૂપાંતરણને સફળતાપૂર્વક પાર પાડ્યું છે.

અદાણી ફાઉન્ડેશને સૌર-પંપ અને સ્થાપનોમાં મદદ કરીતો રાજ્ય સરકારની સિંચાઈ સંબંધિત યોજનાઓને સુનિશ્ચિત કરી ખેતરોમાં સિંચાઈની પાઈપલાઈન સ્થાપિત કરવામાં ગ્રામ પંચાયત પણ મદદરૂપ બની છે. સોલાર પંપની સ્થાપનાથી ખેડૂતોના જીવનમાં   લાભ થયા છે. અદાણી ફાઉન્ડેશન હંમેશા ખેડૂત સમુદાય માટે મબલખ તકો ઊભી કરવા પ્રયત્નશીલ રહે છે જેથી તેમને નવીનતમ જ્ઞાન અને ટેકનોલોજીનો લાભ મળી રહે. આ પહેલ દ્વારાભાંડુત ગામના401ખેડૂત ડીઝલની ખરીદી ન કરીને સંપત્તિની બચત કરી રહ્યા છે એટલું જ નહીં, શ્રમ ખર્ચ અને સમયની પણ બચત કરી રહ્યા છે. સામૂહિક રીતે ડીઝલ પરની સરેરાશ વાર્ષિક બચતને જોતા ખેડૂતો અંદાજે રૂ. 9.13 લાખ માસિક અને વાર્ષિક રૂ. 1.10 કરોડઅને રૂ. 20 લાખ શ્રમ કલાકોની બચત કરી રહ્યા છે. તદુપરાંત દર મહિને 3000 કામકાજના કલાકો અને વાર્ષિક 36000 કલાકોની બચત થઈ છે. પહેલનો એક મોટો આડકતરો ફાયદો એ છે કે તેનાથી કેટલીક ખેતીલાયક જમીનની ઉપયોગિતા વધીછે જે અગાઉ સિંચાઈની સુવિધાના અભાવે ઉત્પાદક ન હતી.ડીઝલથી સૌર સુધીના સંક્રમણની પર્યાવરણ પર પણ સકારાત્મક અસર પડે છે.

Bhandut Solar Village 001

એક ગણતરી મુજબડીઝલ પંપને નાબૂદ કરવાથી ગામમાંથી પ્રતિ વર્ષ 269916 ઊંૠ કાર્બનનું ઉત્સર્જન દૂરથયું છે.ગુજરાતના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી. મુકેશ પટેલઆજે ભાંડુત ગામમાં સ્વચ્છ ઉર્જા (સોલાર વોટર પંપ) પહેલના છેલ્લા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું અને તેના સાક્ષી બન્યા. ગુજરાત સરકારના ઉર્જા, પેટ્રોકેમિકલ અને કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલએ જણાવ્યુ હતું કે,ભાંડુત ગામ ડિઝલપંપમુકત બનવાથી ગામની 688 વીઘા ખેતીની જમીનમાં ખેતી કરતા 400 ખેડૂતોને ફાયદો થયો છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા 5-એચપીના પંદર પંપની સુવિધા અપાતા જમીન સિંચાઈયુક્ત બની છે.પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ મોડલને દર્શાવતી આ યોજના  સાકાર થવાથી ખર્ચ અને સમયની બચત સાથે ખેડૂતોની આવકમાં વધારો થયો છે. જોકે, આ સ્ટેજ સુધી પહોંચવું કોઈ સરળ સિદ્ધિ નહોતી. અગાઉ ગ્રામજનો માટે તે ખૂબ જ પડકારજનક હતું કારણ કે સિંચાઈ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત માત્ર ત્રણ તળાવોજ હતા અને તેનીઆસપાસના ખેતરોમાં પાણી પહોંચાડવા માટેખેડૂતો ડીઝલથી ચાલતા મોટર પંપનો ઉપયોગ કરતા હતા.

તેનાથી પુષ્કળ પ્રમાણમાં ડીઝલનો ખર્ચ, ડીઝલ મોટર અવાજ, વાયુ પ્રદૂષણમાં વધારો તેમજ સખત શ્રમઅને સમયના વેડફાટ જેવા ગેરફાયદાઓ થતા હતા.બીજી ખાટલે મોટી ખોડ એ હતી કે, બધા ખેડૂતો આ પંપ ખરીદવા માટે સક્ષમ ન હતા અને તેથી આ પંપ તેમને ભાડે લેવા પડતાજેનાથીવધુ ખર્ચો થતો હતો.  ઓલપાડ તાલુકાના ભાંડુત ગામના રહેવાસી ખેડુત એવા રાકેશભાઈ પટેલ તથા રસીકભાઈ પટેલ બન્ને ભાઈઓ જણાવે છે કે, સૌર ઉર્જા (સોલાર વોટર પંપ)સંચાલિત થવાથી અમોને વર્ષ દહાડે હજારોની બચત થઈ છે. અમારી પાસે 10 વિધા જમીન છે. જેમાં તળાવમાંથી ડિઝલપંપ મારફતે સિંચાઈ માટે વર્ષે ડિઝલપંપ માટે રૂા.60,000નો ખર્ચ થતો હતો. જે આજે સૌર ઉર્જા થવાથી શુન્ય ટકા ખર્ચ થયો છે. અમારા સહિત આખા ગામને કરોડોનો ફાયદો થયો હોવાની ખુશી તેમણે વ્યકત કરી હતી. ગામના વિધવા મહિલા ખેડૂત એવા જ્યોત્સનાબેન હર્ષદભાઇ પટેલ જણાવ્યું કે મારી પાસે 3 વીધા જેટલી જમીન છે પતિના મોત પછી મારા બે બાળકોના પેટ ભરવા હું જમીન ખેડું છું.

સિંચાઇ માટે મારે ભાડે ડિઝલ પંપનું મશીન લેવું પડતું હતું. અને આ કારણે માટે મોટાભાગે રાતે અંધારામાં ખેતરે જવું પડતું હતું. દર મહિને મને આ કારણે 12 હજાર જેવો ખર્ચો આવતો હતો. વળી સવારના ટાઇમમાં જે ખેડૂતનું મશીન હોય તે પાણી સિંચે અને સાંજે અમારા જેવા નાના ખેડૂતોને પાણીની સિંચાઇ માટે મશીન ભાડે આપે. આ સોલર પંપ આવવાથી મારે હવે રાતે સિંચાઇ માટે જવું નથી પડતું. હવે જે રૂપિયા બચે છે, એ હું મારા બાળકના ભણતરમાં ખર્ચી શકું છું.

અદાણી ફાઉન્ડેશનનું શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રમાં 16 રાજયમાં પ્રેરક કાર્ય

1996માં સ્થપાયેલ અદાણી ફાઉન્ડેશન આજે 16 રાજ્યોમાં વ્યાપક કામગીરી ધરાવે છે, જેમાં દેશના 2,409 ગામડા અને શહેરોનો સમાવેશ થાય છે. સંસ્થામાં તજજ્ઞોની ટીમ નવીનતા, લોકભાગીદારી અને સહયોગને મૂર્ત સ્વરૂપ આપવાના અભિગમ સાથે કામ કરે છે. 3.70 મિલિયનથી વધુ લોકોના જીવનને સ્પર્શતા અને ચાર મુખ્ય ક્ષેત્રો – શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, ટકાઉ આજીવિકા, વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને સામાજને સમૃદ્ધ બનાવવા તરફ જુસ્સાપૂર્વક કામ કરે છે. અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.