સુરતની ગ્રીષ્માં વાળીની ધમકી આપી ટ્રાફિક વોર્ડને પત્નીને ફિનાઇલ પીવડાવી પોતે પણ ગટગટાવ્યું

શહેરમાં પ્રેમલગ્ન કરનાર માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજી ડેમ વિસ્તારમાં રહેતો અને ટ્રાફીક વોર્ડન તરીકે ફરજ બજાવતાં શખ્સે તેની પત્નીને ગીષ્મા વાળી ધમકી આપી ચારીત્ર્ય અંગે શંકા કરી પોતે ફીનાઇલ પી તેનીપત્નીને પણ ફીનાઇલ પીવડાવી દેતા બન્નેને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયા બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ વધુ તપા હાથ ધરી છે.

બનાવની મળતી માહીતી મુજબ આજીડેમ વિસ્તારમાં આવેલ ગજેરા પાર્કમાં રહેતા અને ટ્રાફીક વોર્ડન તરીકે નોકરી કરતા નરેન્દ્રભાઇ હસમુખભાઇ ચુડાસમા (ઉ.વ.રપ) નામના શખ્સે આજે બપોરે તેની પત્ની નીમુબેનને બળજબરી પૂર્વક ફીનાઇલ પીવડાવી પોતે પણ ગટગટાવી લેતા તેને બન્નેને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં આવ્યા હતા. બનાવની જાણ આજી ડેમ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ તપાસ કરતા નીમુબેને  જણાવ્યું હતું કે તેના બે વર્ષ પહેલા નરેન્દ્ર સાથે પ્રેમલગ્ન થયા છે. લગ્નના એક વર્ષ બાદ તેનો પતિ તેના ચારીત્ર્ય અંગે શંકા કરી અને તેના માવતરના ઘરે જવા દેતો ન હતો ઉ5રાંત તેની સાથે મારકુટ કરતો હતો.

જેથી ત્યારે તેણીએ સખીમાં ફરીયાદ કરતાં બન્ને વચ્ચે સમાધાન પણ થઇ ગયું હતું. પરંતુ ફરી માવતરના ઘરે જવાની વાત કરતા નરેન્દ્રએ

આજે તેની સાથે મારકુટ કરી તેને ફીનાઇલ પીવડાવી દીધું હતું બાદ પોતે પણ ગટગટાવી લેતા તેને બન્નેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત નીમુબેને જણાવ્યું હતું કે તેના પતિ તેની સાથે મારકુટ કરી ધમકી આપતો કે ‘સુરતની ગ્રીષ્મા સાથે થયું તેવું પણ હું તારી સાથે કરી નાખીશ, હું ટ્રાફીક વોર્ડન છું મારુ કોઇ કંઇ નહી કરી શકે’ જેથી તે અંગે તેના માતા-પિતાને પણ વાત કરી હતી જેથી આજે માવતરના ઘેર જવાનું  કહેતા મારકુટ કરી ફીનાઇલ પીવડાવી દીધુ હતુ પોલીસે બન્નેને નિવેદન નોંધ તપાસ હાથ ધરી છે.