Abtak Media Google News

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામવાના બનાવોની સંખ્યામાં વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં બોસ્ટન હોટલ નજીક વઢવાણ તાલુકાના બાળા ગામથી ખરીદી માટે આવેલા એક્ટિવા સવાર દંપતિને રીક્ષા ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે પત્નિ સામે પતિનું મોત નિપજ્યું આ ઘટનાના મામલે મૃતકના પત્નિએ રીક્ષા ચાલક સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

વધુ વિગત મળતી માહિતી મુજબ વઢવાણ તાલુકાના બાળા ગામે રહેતા રાકેશભાઈ બળદેવભાઈ ઝીંઝુવાડીયા અને તેમના પત્નિ કોમલબેન રાકેશભાઈ ઝીંઝુવાડીયા બંન્ને પતિ પત્નિ એક્ટિવા બાયક લઈને સુરેન્દ્રનગર શહેરની મેઈન બજારમાં ખરીદી કરવા આવેલા દંપતિને શહેરની બોસ્ટન હોટલ નજીક પસાર થતા સમયે સામેથી રોંગ સાઈડમાંથી આવેલ રિક્ષા જીજે 13 એ.ટી 3000 નંબરની રીક્ષા ચાલકે ગફલતભરી રીતે ચલાવી પતી પત્નિને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ઘટનાસ્થળે બાળા ગામના 30 વર્ષના રાકેશભાઈ ઝીંઝુવાડીયાનું ઘટનાસ્થળે મોત નિપજતા ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી અને માર્ગ અકસ્માતમાં બાળા ગામના યુવાનનું મોત નિપજતા પરિવારમાં અને સમાજમાં શોકનો માહોલ છવાયો હતો.

આ અકસ્માતની ઘટનાના રાકેશભાઈના પત્ની કોમલબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. અને અકસ્માતની ઘટના અંગે અકસ્માત સર્જી ફરાર થયેલ અજાણ્યા રીક્ષા ચાલક સામે કોમલબેન રાકેશભાઈ ઝીંઝુવાડીયાએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ ઘટના અંગે વધુ તપાસ એ ડીવીઝન પોલીસ રિક્ષા નંબરના આધારે રીક્ષા માલિકની તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.