Abtak Media Google News

અબતક, શબનમ ચૌહાણ

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા માં જે અધિકારીઓ બેસી રહ્યા છે તેની પાછળના ભાગેથી જ વિદેશી દારૂની ખાલી બોટલો નો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો ત્યારે આ મામલે સમગ્ર ઘટના બહાર આવતા નગરપાલિકાના સ્ટાફમાં પણ આ બાબતે ફફડાટ વ્યાપી ગયો હતો.

નગરપાલિકાના ચીફ ઓફિસર સાગરભાઈ તેમ જ નગરપાલિકા અન્ય કર્મચારીઓ અને અધિકારીઓને આ મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

પોલીસ સ્ટેશનથી ર00 મીટર દુર બનેલી ઘટનાથી અનેક તર્ક-વિર્તક, અપાયા તપાસના આદેશો

ત્યારે પોલીસ કામગીરી ઉપર પણ અનેક પ્રકારના  સવાલો ઉભા થયા છે કારણ કે નગરપાલિકાના ગ્રાઉન્ડમાં જ શિયાળાની સિઝન દરમિયાન દારૂની મહેફિલો જાણતી હોય તો 200 મીટર દૂર આવેલા પોલીસ સ્ટેશન ના અધિકારીઓ શું આ મામલે અજાણ હશે તે પણ એક પ્રકારનો સવાલ ઉભો થયો છે ત્યારે આ મામલે જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

નગરપાલિકામાંથી મળી આવેલી વિદેશી ખાલી દારૂની બોટલ ના મામલે ડેપ્યુટી કલેક્ટર નગરપાલિકા ની મુલાકાતે દોડીગયા હતા.આ મામલે ડેપ્યુટી કલેકટર અનિલ કુમાર ગોસ્વામીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા માં દારૂની મહેફિલો કરવાવાળા ની હવે ખેર નથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તેમના વિરુદ્ધ પગલાં પણ ભરવામાં આવશે

નગરપાલિકા માંથી મળી આવેલ વિદેશી દારૂની ખાલી બોટલ ના મામલે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે જેમાં પોલીસ કામગીરી ઉપર પણ અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે દુધરેજ નગરપાલિકાના થી પોલીસ સ્ટેશન માત્ર 200 મીટર દૂર આવેલું છે અને છેલ્લા ઘણા સમયથી નગરપાલિકામાં દારૂડિયાઓ દ્વારા રાત્રી દરમિયાન મહેફિલો માણવામાં આવતી હોવાની રજૂઆત સ્થાનિક લોકોએ પોલીસને કરી છે આગામી દિવસોમાં આ મામલે સીટી પોલીસ મથકના પી.આઈ અને પીએસઆઇ સહિતનો સ્ટાફ સરકારી કચેરીઓમાં રાત્રી દરમ્યાન પેટ્રોલિંગ હાથ ધરીને આવી દારૂની પાર્ટીઓ માનતા શખ્સોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.