સુરેન્દ્રનગર: લગ્નની લાલચ આપી યુવક યુવતીને ભગડી ગયો

તાજેતરમાં લીંબડી તાલુકાના ભોયકા ગામ ખાતે રહેતા અને મજુરી કરતા ફરિયાદીની સગીર વયની દીકરીને ભોયકા ગામનો જ આરોપી કિરણભાઈ કાળુભા પરમાર દેવીપૂજક લગ્ન કરવાની લાલચ આપી બદનામ કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી ગયેલો હતો પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે આરોપી કિરણભાઈ વિરૂધ્ધ ઈન્ડીયન કોડ તથા પોકસો એકટ મુજબની ફરિયાદ થતા ગુન્હો નોંધવામાં આવલે હતો. આ ગુન્હાની તપાસ લીંબડી સર્કલ ડીવાયએસપી વસુનીયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. આ ગુન્હામાં સંડોવાયેલ ભોગ બનનાર છોકરીની પોલીસ દ્વારા તપાસ કરતા મળી આવેલ હતી પરંતુ આરોપી કિરણભાઈ કાળુભાઈ પરમાર દેવીપૂજક આજદિન સુધી તપાસ કરવા છતા આરોપીનો કોઈ પતો લાગતો ન હતો.

ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરેન્દ્રનગર જિલ્લાનાં પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારાઆ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલીક પકડી પાડવા અને સખત કાયદાકીય કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવેલ હતી. લીંબડી ડીવાયએસપી પ્રદીપસિહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્કલ પોલીસ ઈન્સ્પેકટર એસ.પી.વસુનીયા તથા સ્ટાફના પો.સ.ઈ. અમિનાબેન ગોરી હે.કો. મહેન્દ્રસિંહ પો.કો. મિતુલભાઈ સહિતના સ્ટાફની ટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી ઓરોપી અને ભોગ બનનારની તપાસમાં પાછળ સગડ દબાવતા આરોપીને પોલીસ પોતાની તથા ભોગ બનનારની તપાસમાં પાછળ હોવાની જાણ થતા પોલીસની ઘોંસ વધતા આ ગુન્હાનાં આરોપી કિરણભાઈ કાળુભાઈ પરમાર દેવીપૂજક ઉ.૨૧ ભોયકા, તા. લીંબડી જી. સુરેન્દ્રનગર તથા સગીર ભોગ બનનારને લઈ સામે ચાલીને પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે હાજર થતા ધરપકડ કરવામાં આવી હતી. વધુ પુછપરછ દરમિયાન જાણવા મળ્યું કે છોકરી પોતાની મરજી થી ભાગી હતી અને આરોપી વોન્ટેડ હતો તે દરમિયાન કયા કયા રોકાયા? કોની કોની મદદ લીધી તે અંગે આગળ તપાસ સર્કલ પોલીસ ઈન્સ્પેકટર એસ.પી. વસુનીયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ આમ અપહરણ ગુન્હાના વોન્ટેડ નાસતા ફરતા આરોપીની ગણતરીના દિવસમાં ધરપકડ કરી લેવામાં આવેલ હતી.